તમારા ફોન નંબરની ખાતરી કેવી રીતે કરવી

જરૂરિયાતો
 • તમે માત્ર તમારા ફોન નંબરની જ ખાતરી કરી શકો છો.
 • તમે જે ફોન નંબરની ખાતરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા હો, તે નંબર પર ફોન કૉલ અને SMSની સુવિધા ચાલુ હોવી જોઈએ.
 • કૉલને પ્રતિબંધિત કરતા કોઈ પણ સેટિંગ, ઍપ કે કામ અવરોધકો (ટાસ્ક-કિલર્સ) બંધ હોવાં જોઈએ.
 • તમે મોબાઇલ ડેટા કે વાઇ-ફાઇ જે પણ વાપરી રહ્યા હો તેના પર તમારું ઇન્ટરનેટ ચાલતું હોવું જોઈએ. જો તમે મુસાફરીમાં હો કે કનેક્શન ખરાબ હોય, તો ખાતરી ન પણ થઈ શકે. તમે ઇન્ટરનેટથી કનેક્ટ થયા છો કે નહિ તે જોવા માટે તમારા ફોનના ઇન્ટરનેટ બ્રાઉઝર પર www.whatsapp.com ખોલી જુઓ.
 • ખાતરી કરો કે તમે સપોર્ટ કરાતો ફોન નંબર વાપરી રહ્યાં છો. સપોર્ટ ન કરાતા ફોન નંબરને WhatsApp પર રજિસ્ટર કરી શકાતો નથી અને તેમાં આનો સમાવેશ થાય છે:
 • VoIP
 • લેન્ડલાઇન (નોંધ: માત્ર WhatsApp Business ઍપ પર જ લેન્ડલાઇન નંબર સ્વીકારવામાં આવે છે)
 • ટોલ-ફ્રી નંબર
 • પેમેન્ટ કરીને લીધેલા પ્રીમિયમ નંબરો
 • યુનિવર્સલ એક્સેસ નંબર (UAN)
 • પર્સનલ નંબર
ખાતરી કેવી રીતે કરવી
 1. તમારો ફોન નંબર લખો:
  • ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી તમારો દેશ પસંદ કરો. આમ કરવાથી ડાબી બાજુના બોક્સમાં દેશનો કોડ આપમેળે ભરાઈ જશે.
  • જમણી બાજુના બોક્સમાં તમારો ફોન નંબર લખો. તમારા ફોન નંબરની આગળ 0 લખશો નહિ.
 2. કોડની વિનંતી કરવા માટે આગળ પર દબાવો.
 3. તમને SMSમાં આલેવો 6 અંકોનો કોડ લખો.
જો તમને 6 અંકોનો કોડ SMSથી મળ્યો ન હોય, તો
 • પ્રક્રિયા ચાલુ છે તે બતાવતી લીલી લીટી પૂરી થઈ જાય તેની રાહ જોયા પછી ફરી પ્રયત્ન કરો. કદાચ 10 મિનિટ જેટલી રાહ જોવી પડે.
 • અંદાજો લગાવીને કોઈ કોડ અજમાવતા નહિ, નહિતર તમે થોડા સમય સુધી WhatsApp વાપરી નહિ શકો.
 • જો ટાઇમર પૂરું થઈ જવા સુધી કોડ ન મળે, તો કૉલ માટે વિનંતી કરવાનો વિકલ્પ દેખાશે. કૉલની વિનંતી કરવા માટે મને કૉલ કરો વિકલ્પ પસંદ કરો. તમે કૉલ ઉપાડશો એટલે સામેથી તમને આપમેળે 6 અંકોનો કોડ કહેવાવો જોઈએ. WhatsAppની ખાતરી કરવા માટે તે કોડ નાખો.
નોંધ: તમારા મોબાઇલ નેટવર્કના આધારે, બની શકે કે તમને SMS અને ફોન કૉલ માટે ચાર્જ લાગે.
મુશ્કેલીના ઉકેલ માટેનાં પગલાં
જો તમને ખાતરી કરવામાં મુશ્કેલી પડે, તો કૃપા કરીને નીચેનાં પગલાં અજમાવી જુઓ:
 1. તમારો ફોન રિબૂટ કરો (રિબૂટ કરવા માટે ફોન બંધ કરો, 30 સેકન્ડ રાહ જુઓ અને ફરીથી ચાલુ કરો).
 2. WhatsAppના લેટેસ્ટ વર્ઝનને ડિલીટ કરીને ફરી ઇન્સ્ટોલ કરો.
 3. તમને મેસેજ મળે છે કે નહિ તે તપાસવા, કોઈ પણ ફોન પરથી પોતાના ફોન નંબર પર એક ટેસ્ટ SMS મોકલો. જેમ WhatsAppમાં નાખ્યો હતો તેવી જ રીતે દેશના કોડની સાથે તમારો ફોન નંબર નાખો.
સુરક્ષાના કારણોસર અમે કોઈ બીજી રીતે તમને કોડ મોકલી શકતા નથી.
iPhone પર કેવી રીતે ખાતરી કરવી તે જાણો
શું આ મદદરૂપ હતું?
હા
નહીં