Google Drive પર બેકઅપ કેવી રીતે લેવો

Android
Google Drive બેકઅપનો ઉપયોગ કરવા, તમારી પાસે:
  • તમારા ડિવાઇસ પર એક્ટિવ કરેલું Google એકાઉન્ટ હોવું જોઈએ.
  • તમારા ડિવાઇસ પર Google Play સેવાઓ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. આનો ઉપયોગ Google ઍપ અને Google Play સ્ટોર પરની ઍપનેે અપડેટ કરવા માટે કરવામાં આવે છે.
  • બેકઅપ બનાવવા માટે તમારા ડિવાઇસ પર પૂરતી ખાલી જગ્યા હોવી જોઈએ.
  • સારી ગુણવત્તાવાળું અને સ્થાયી ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ.
Google Drive બેકઅપનું સેટઅપ કરવા માટે
  1. WhatsApp ખોલો.
  2. વધુ વિકલ્પો
    > સેટિંગ > ચેટ > ચેટ બેકઅપ > Google Drive પર બેકઅપ લો પર દબાવો.
  3. ક્યારેય નહિ સિવાય બેકઅપ લેવાનો બીજો કોઈ સમયગાળો પસંદ કરો.
  4. તમારી જૂની ચેટનો જેના પર બેકઅપ લેવો છે તે Google એકાઉન્ટ પસંદ કરો.
    • જો તમે Google એકાઉન્ટ કનેક્ટ ન કર્યું હોય, તો પૂછવામાં આવે ત્યારે એકાઉન્ટ ઉમેરો પર દબાવો અને તમારી લોગ ઇનની વિગતો ભરો.
  5. આના પર બેકઅપ લો દબાવીને તમે બેકઅપ માટે જે નેટવર્ક વાપરવા માગતા હો તે પસંદ કરો.
નોંધ: એ વાતનું ધ્યાન રાખશો કે મોબાઇલ ડેટા પર બેકઅપ લેવાથી તમને વધારાનો ચાર્જ લાગી શકે છે.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ આવી રીતે ચાલુ કરો
સુરક્ષાના વધારાના સ્તર માટે, તમે તમારા Google Drive માટે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ ચાલુ કરી શકો છો.
  1. WhatsApp ખોલો.
  2. વધુ વિકલ્પો
    > સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ પર દબાવો.
  3. ચાલુ કરો પર દબાવો.
  4. પાસવર્ડ બનાવો અથવા 64-અંકોની એન્ક્રિપ્શન કી વાપરો.
  5. તમારો એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ બનાવવા માટે બનાવો પર દબાવો.
Google Drive પર જાતે બેકઅપ લેવા માટે
તમે કોઈ પણ સમયે Google Drive પર તમારી ચેટનો બેકઅપ જાતે લેવાનું પણ પસંદ કરી શકો છો.
  1. WhatsApp ખોલો.
  2. વધુ વિકલ્પો
    > સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > બેકઅપ પર દબાવો.
Google Drive પર બેકઅપ માટેના તમારાં સેટિંગ આમ ગોઠવો
Google Drive પર લેવાતા તમારા બેકઅપના સમયગાળામાં ફેરફાર કરવા માટે
  1. WhatsApp ખોલો.
  2. વધુ વિકલ્પો
    > સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > Google Drive પર બેકઅપ લો પર દબાવો.
  3. બેકઅપનો સમયગાળો પસંદ કરો.
તમે બેકઅપ માટે વાપરવા માગતા હો તે એકાઉન્ટ બદલવા માટે
  1. WhatsApp ખોલો.
  2. વધુ વિકલ્પો
    > સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > Google એકાઉન્ટ પર દબાવો.
  3. તમારી જૂની ચેટનો જેના પર બેકઅપ લેવો છે તે Google એકાઉન્ટ પસંદ કરો.
નોંધ: જો તમે તમારું Google એકાઉન્ટ બદલો, તો તમે તે એકાઉન્ટમાં સેવ કરેલા કોઈ પણ બેકઅપનો એક્સેસ ગુમાવી દેશો.
તમે બેકઅપ લેવા માટે વાપરવા માંગતા હો એ નેટવર્કનો પ્રકાર બદલવા માટે
  1. WhatsApp ખોલો.
  2. વધુ વિકલ્પો
    > સેટિંગ > ચેટ > ચેટનો બેકઅપ > આના પર બેકઅપ લો પર દબાવો
  3. તમે બેકઅપ લેવા માટે વાપરવા માગતા હો એ નેટવર્કનો પ્રકાર પસંદ કરો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં