બિઝનેસ સાથે ચેટ કરવા વિશે

WhatsApp પર વ્યક્તિગત એકાઉન્ટ અને બિઝનેસ એકાઉન્ટ વચ્ચે ભેદ કરવો સરળ છે. વ્યક્તિગત ચેટમાં, સંપર્કની પ્રોફાઇલ જોવા માટે તેમના નામ પર દબાવો. જો તેઓ બિઝનેસ ચલાવતા હશે, તો પ્રોફાઇલમાં નીચેમાંથી કોઈ એક લેબલ હશે:
  • સત્તાવાર બિઝનેસ એકાઉન્ટ: WhatsAppએ ખાતરી કરી છે કે એક નોંધનીય અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ આ એકાઉન્ટની માલિકી ધરાવે છે. ચેટના લિસ્ટમાં "સત્તાવાર બિઝનેસ એકાઉન્ટ" પર તેમની પ્રોફાઇલમાં નામની બાજુમાં એક લીલા ખરાનું ઓળખ ચિહ્ન હોય છે. તમારી એડ્રેસ બુકમાં જો તમે બિઝનેસને ઉમેર્યો ન હોય તો પણ બિઝનેસનું નામ દેખાય છે.
  • બિઝનેસ એકાઉન્ટ: WhatsApp Business પ્રોડક્ટની કોઈ એક પ્રોડક્ટ પર એકાઉન્ટ બનાવતા બિઝનેસ માટેનું આ ડિફોલ્ટ સ્ટેટસ છે.
નોંધ: "સત્તાવાર બિઝનેસ એકાઉન્ટ" એ દર્શાવતું નથી કે WhatsApp આ બિઝનેસની બાંયધરી આપે છે.
મને મારી WhatsApp ચેટમાં નવો સિસ્ટમ મેસેજ કેમ દેખાય છે?
કેટલાક બિઝનેસ કે જેની સાથે તમે WhatsApp પર ચેટ કરો છો તેઓ તેના મેસેજનું સંચાલન કરવા અને તેને સ્ટોર કરવા Facebook કે અન્ય કંપનીનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકે છે.
જ્યારે કોઈ બિઝનેસ આમાંથી કંઈ પસંદ કરે, ત્યારે તમને નીચેના મેસેજ દેખાશે:
  • કોઈ પાર્ટનરનો ઉપયોગ કરે: તો તમને “આ બિઝનેસ, આ ચેટના સંચાલન માટે બીજી કંપનીઓ સાથે મળીને કામ કરે છે” લખેલું દેખાશે.
  • Facebookની હોસ્ટિંગ સેવા વાપરે: તો તમને “આ બિઝનેસ, આ ચેટનું સંચાલન કરવા માટે Facebook કંપનીની સુરક્ષિત સેવાનો ઉપયોગ કરે છે” લખેલું દેખાશે.
જો કોઈ બિઝનેસ તેમની ચેટનું જાતે જ સંચાલન કરતા હોય, તો તમને “મેસેજ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે. આ ચેટની બહારની કોઈ વ્યક્તિ તેને વાંચી કે સાંભળી શકતી નથી, WhatsApp પણ નહિ” લખેલું દેખાશે.
જો કોઈ બિઝનેસ તેમના મેસેજ હોસ્ટ કરવા માટે Facebook વાપરવાનું પસંદ કરે, તો પણ Facebook તમને દેખાતી જાહેરાતોની જાણ કરવા માટે આપમેળે તમારા મેસેજનો ઉપયોગ કરશે નહિ. માર્કેટિંગ હેતુઓ માટે ગ્રાહકો સાથે વાતચીત કરવા, બિઝનેસ તેમના પોતાના કૉલ સેન્ટર કે ઇમેઇલ જેવી અન્ય કોઈ પણ વાતચીતની રીતો વાપરી શકે છેે જેમાં Facebook કે બીજી જાહેરાતોનો સમાવેશ થઈ શકે છે. તે બિઝનેસની પ્રાઇવસીની રીતો વિશે વધુ જાણવા માટે તમે કોઈ પણ સમયે તેમનો સંપર્ક કરી શકો છો.
જો તમે કોઈ બિઝનેસના મેસેજ મેળવવા ન માગતા હો, તો તમે ચેટમાંથી જ સીધા તેમની સાથે સંપર્ક તોડી શકો છો અથવા તમારા સંપર્કના લિસ્ટમાંથી તેમને ડિલીટ કરી શકો છો.
હંમેશાં ખાનગી અને સુરક્ષિત
દરેક WhatsApp મેસેજ અમુક સાંકેતિક કોડ દ્વારા સુરક્ષિત છે જે તમારા ડિવાઇસ પરથી મોકલતા પહેલાં જ મેસેજને સુરક્ષિત કરી દે છે. બિઝનેસ એકાઉન્ટને મેસેજ મોકલો, ત્યારે તમારો મેસેજ સુરક્ષિત રીતે બિઝનેસ દ્વારા પસંદ કરવામાં આવેલી નિર્ધારિત જગ્યાએ પહોંચાડવામાં આવે છે.
સંબંધિત લેખો
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં