WhatsApp વાપરવા માટે તમારી ઉંમર કેટલી હોવી જોઈએ
જો તમે યુરોપિયન આર્થિક ક્ષેત્રના કોઈ દેશમાં (જેમાં યુરોપિયન સંઘનો પણ સમાવેશ થાય છે) રહેતા હો, અને તેમાં સામેલ બીજા કોઈ પણ દેશ કે પ્રદેશમાં રહેતા હો (સંયુક્ત રીતે જે યુરોપિયન પ્રદેશ તરીકે ઓળખાય છે), તો WhatsApp પર રજિસ્ટર કરવા અને તેનો ઉપયોગ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 16 વર્ષની (અથવા તમારા દેશમાં નિર્ધારિત કરેલી ઉંમર) હોવી જરૂરી છે.
જો તમે યુરોપિયન પ્રદેશ સિવાયના કોઈ પણ દેશમાં રહેતા હો, તો તમારી ઉંમર ઓછામાં ઓછી 13 વર્ષની (અથવા તમારા દેશમાં નિર્ધારિત કરેલી ઉંમર) હોવી જરૂરી છે.
વધુ માહિતી માટે અમારી સેવાની શરતો જુઓ.
નોંધ:
- ખોટી માહિતી સાથે એકાઉન્ટ બનાવવું એ અમારી શરતોનું ઉલ્લંઘન છે.
- જેમની ઉંમર જરૂરી ઉંમરથી ઓછી હોય તેમના વતી એકાઉન્ટ માટે રજિસ્ટર કરવું એ પણ અમારી શરતોનું ઉલ્લંઘન છે.
સગીર બાળકની જાણ કરવી
જો તમારા સગીર બાળકે WhatsApp એકાઉન્ટ બનાવ્યું છે, તો તમે તેમને એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું તે બતાવી શકો છો. તમે અમારા મદદ કેન્દ્રમાં જઈને એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું તે વિશે જાણી શકો છો.
જો તમે કોઈ સગીર બાળકના સંબંધિત એકાઉન્ટની જાણ કરવા માગતા હો, તો અમને ઇમેઇલ મોકલો. તમારા ઇમેઇલમાં, નીચે આપેલા ડોક્યુમેન્ટ પૂરા પાડો અને આ બાબતને લગતી ન હોય તેવી કોઈ પણ વ્યક્તિગત માહિતીમાં ફેરફાર કરો કે છુપાવી દો:
- WhatsApp નંબરની માલિકીનો પુરાવો (દા.ત., સરકાર દ્વારા જારી કરવામાં આવેલું ઓળખ કાર્ડ અને જેમાં તે જ નામ હોય તે ફોન બિલની કોપી)
- માતાપિતાના અધિકારોનો પુરાવો (દા.ત., સગીર બાળકની જન્મ તારીખ અથવા દત્તક લેવાના પ્રમાણપત્રની કોપી)
- બાળકની જન્મ તારીખનો પુરાવો (દા.ત., સગીર બાળકની જન્મ તારીખ અથવા દત્તક લેવાના પ્રમાણપત્રની કોપી)
જો WhatsApp એકાઉન્ટ તમારા સગીર વયના બાળકની માલિકીનું હોવાની વાજબી રીતે ખાતરી થઈ જાય, તો અમે તરત જ તેને બંધ કરી દઈશું. તમને આ કાર્યવાહી બાબતે જાણ કરાશે નહિ. જો ઉપર વિનંતી કરાયેલી માહિતી પૂરેપૂરી આપવામાં આવશે, તો આનાથી રિપોર્ટની તપાસ અને તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં અમને મદદ મળશે.
જો જાણ કરાયેલા બાળકનું એકાઉન્ટ સગીર વયના વપરાશકર્તાની માલિકીનું હોવાની વાજબી ખાતરી ન થાય, તો પછી અમે તે એકાઉન્ટ પર કોઈ કાર્યવાહી કરી શકીશું નહિ. આ પરિસ્થિતિમાં, જો તમે આ બાળકના માતાપિતા ન હો, તો અમારી ભારપૂર્વક ભલામણ છે કે તમે બાળકના માતાપિતાને ઉપર જણાવેલા સૂચનોનો ઉપયોગ કરીને અમારો સંપર્ક સાધવા માટે કહો.