ચોરાયેલાં એકાઉન્ટ

ચોરાયેલાં એકાઉન્ટ વિશે
તમારે ક્યારેય પણ SMS પર આવેલો WhatsAppનો ખાતરી કોડ બીજા સાથે શેર કરવો જોઈએ નહિ, મિત્રો કે કુટુંબ સાથે પણ નહિ. જો તમારી જોડે છેતરામણી કરીને કોડ શેર કરાવવામાં આવે અને તમે તમારા WhatsApp એકાઉન્ટમાં પ્રવેશ ન કરી શકો, તો એકાઉન્ટ પાછું મેળવવા માટે નીચેની સૂચનાઓ વાંચો.
જો તમને લાગે કે કોઈ બીજી વ્યક્તિ તમારું WhatsApp એકાઉન્ટ વાપરી રહી છે, તો તમારા કુટુંબ અને મિત્રોને આની જાણ કરવી જોઈએ. કેમ કે, આ વ્યક્તિએ ગ્રૂપ અને ચેટમાં તમારી ઓળખ વાપરીને વાત કરી હોઈ શકે. એ વાત ધ્યાને રાખો કે WhatsApp શરૂથી અંત સુધી સુરક્ષિત છે અને મેસેજ તમારા ડિવાઇસમાં સચવાય છે, જેથી બીજા ડિવાઇસ પરથી જો કોઈ તમારા એકાઉન્ટમાં પ્રવેશે, તો એ તમારી જૂની વાતચીત વાંચી નહિ શકે.
તમારું એકાઉન્ટ કેવી રીતે પાછું મેળવવું
તમારા ફોન નંબરથી WhatsAppમાં સાઇન ઇન કરો અને તમને SMS પર મળેલો 6 અંકોનો કોડ લખીને તમારા ફોન નંબરની ખાતરી કરો. અમારા મદદ કેન્દ્રમાં Android | iPhone પર તમારા ફોન નંબરની ખાતરી કેવી રીતે કરવી તે વિશે વધુ જાણો.
જેવો તમે SMS પર મળેલો 6 અંકોનો કોડ લખશો કે તરત જ તમારું એકાઉન્ટ વાપરતી વ્યક્તિ એકાઉન્ટમાંથી આપમેળે બહાર નીકળી જશે.
તમને બે વારની ખાતરીનો કોડ પણ પૂછવામાં આવી શકે છે. જો તમે આ કોડ જાણતા ન હો, તો તમારું એકાઉન્ટ વાપરનારી વ્યક્તિએ બે વારની ખાતરી ચાલુ કરી હોઈ શકે. તમે બે વારની ખાતરી વગર સાઇન ઇન કરી શકો એ પહેલાં 7 દિવસની રાહ જોવી પડશે. તમે ખાતરી કોડ જાણતા હો કે ન જાણતા હો, તમે જેવો SMS પર મળેલો 6 અંકોનો કોડ લખ્યો કે તરત જ એ બીજી વ્યક્તિ એકાઉન્ટમાંથી બહાર નીકળી ગઈ હતી. આ લેખમાં બે વાર ખાતરી વિશે વધુ જાણો.
નોંધ
  • જો તમે તમારાં એકાઉન્ટમાં પ્રવેશી શકતા હો અને લાગે કે કોઈ બીજું તમારું એકાઉન્ટ WhatsApp વેબ/ડેસ્ક્ટોપ પર વાપરી રહ્યું છે, તો અમે તમારા ફોનથી બધાં કમ્પ્યૂટરમાંથી લૉગ આઉટ થવાની ભલામણ કરીશું.
  • તમારા એકાઉન્ટની સુરક્ષા માટે, જ્યારે કોઈ તમારા ફોન નંબરથી WhatsApp એકાઉન્ટની નોંધણી કરવાનો પ્રયત્ન કરશે, ત્યારે WhatsApp તમને સૂચિત કરશે. આ લેખમાંથી વધુ માહિતી મેળવો.
બીજા લેખો
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં