બેકઅપ કેવી રીતે ડિલીટ કરવો

તમે નીચે આપેલી સૂચનાઓ અનુસરીને તમારો WhatsApp બેકઅપ ડિલીટ કરી શકો.
બેકઅપ ડિલીટ કરતા પહેલાં આ બાબતોનું ધ્યાન રાખો:
  • તમારી જૂની ચેટની બેકઅપ ફાઇલો /sdcard/WhatsApp/Databases/ ફોલ્ડરમાં સેવ છે.
  • તમે WhatsAppની બહાર આ ફોલ્ડરને ખોલી શકશો નહિ.
  • આ ફાઇલો ડિલીટ કરવા માટે તમારે ફાઇલ મેનેજરની જરૂર પડશે.
તમારો બેકઅપ ડિલીટ કરવા માટે:
  1. ફાઇલ મેનેજર ખોલો.
  2. WhatsApp ફોલ્ડર પર દબાવો, તમને WhatsAppના બધાં સબ-ફોલ્ડરો દેખાશે.
  3. ડેટાબેઝ ફાઇલ પર દબાવી રાખો.
  4. ડિલીટ કરો પસંદ કરો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં