ફોન નંબર બદલી શકાતો નથી

જો તમને નંબર બદલો સુવિધાનો ઉપયોગ કરવામાં સમસ્યાઓ આવી રહી હોય, તો આટલી ખાતરી કરો:
  • તમે નાખેલો જૂનો ફોન નંબર અત્યારે તમારા WhatsApp એકાઉન્ટ પર રજિસ્ટર થયેલો છે. WhatsApp સેટિંગ પર જઈને પછી તમારા પ્રોફાઇલ ફોટોની નિશાની પર દબાવીને તમે કયો ફોન નંબર રજિસ્ટર થયેલો છે તે જોઈ શકો છો. જો તમારો જૂનો ફોન નંબર રજિસ્ટર થયેલો ન હોય, તો તમે ફરીથી તમારો ફોન નંબર બદલવાનો પ્રયત્ન કરો તે પહેલાં તેને રજિસ્ટર કરો.
  • તમે WhatsApp સાથે જે નવો ફોન નંબર વાપરવા માગતા હો તે સિમ કાર્ડ એક્ટિવ અને ચાલુ છે કે કેમ.
  • તમારું મોબાઇલ નેટવર્ક સારું અને સ્થિર છે કે કેમ.
  • ફોનમાં પૂરતી જગ્યા ખાલી છે કે કેમ.
તમે ફોન નંબર બદલાવો પછી જો તમને તમારો નવો ફોન નંબર રજિસ્ટર કરવામાં સમસ્યા આવતી હોય, તો Android અથવા iPhone પરથી રજિસ્ટર કરવા વિશે વધુ જાણકારી મેળવો.
નોંધ: KaiOS પર તમારો ફોન નંબર બદલવાની સુવિધા ઉપલબ્ધ નથી. જોકે, તમે રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાંથી પસાર થઈને WhatsApp પર તમારો નવો ફોન નંબર રજિસ્ટર કરી શકો છો. તમારા જૂના એકાઉન્ટની માહિતી નવા ફોન નંબર પર ટ્રાન્સ્ફર થશે નહિ અને તમે તમારી વ્યક્તિગત અને ગ્રૂપ ચેટ ગુમાવશો.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં