તમારા ફોન નંબરની ખાતરી કેવી રીતે કરવી

Android
iPhone
KaiOS
એકાઉન્ટ બનાવવા WhatsAppને એક સક્રિય ફોન નંબરની જરૂર પડે છે. જો તમને ખાતરી કરવામાં મુશ્કેલી પડે, તો કૃપા કરીને તમે આટલું કર્યું છે કે નહિ તે તપાસી લો:
 • તમારી પાસે App Store પરથી ઇન્સ્ટોલ કરેલું WhatsAppનું લેટેસ્ટ વર્ઝન છે.
 • તમે દેશના કોડની સાથે તમારો પૂરો આંતરરાષ્ટ્રીય ફોન નંબર લખ્યો છે (અથવા દેશના લિસ્ટમાંથી તમારો દેશ પસંદ કરો).
  • ભારતના ફોન નંબરનું એક ઉદાહરણ: +91 xxxxx xxxxx.
 • ફોન નંબરની આગળ આવતા કોઈ પણ શૂન્યને (0) હટાવી દો.
 • તમારા ફોનમાં સારી ગુણવત્તાવાળું ઇન્ટરનેટ કનેક્શન છે અને તમે તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શકો છો. ખાતરી કરવા માટે કોઈ વેબ પેજ ખોલી જુઓ.
 • તમારો ફોન આંતરરાષ્ટ્રીય SMS મેળવી શકે છે.
 • તમે iPod Touch કે iPad, જેના માટે સપોર્ટ ઉપલબ્ધ નથી તેવું ડિવાઇસ ન વાપરી રહ્યા હો.
 • તમારું ડિવાઇસ જેલબ્રોકન (બિનસત્તાવાર) નથી.
 • ખાતરી કરો કે તમે સપોર્ટ કરાતો ફોન નંબર વાપરી રહ્યાં છો. સપોર્ટ ન કરાતા ફોન નંબરને WhatsApp પર રજિસ્ટર કરી શકાતો નથી અને તેમાં આનો સમાવેશ થાય છે:
 • VoIP
 • લેન્ડલાઇન (નોંધ: માત્ર WhatsApp Business ઍપ પર જ લેન્ડલાઇન નંબર સ્વીકારવામાં આવે છે)
 • ટોલ-ફ્રી નંબર
 • પેમેન્ટ કરીને લીધેલા પ્રીમિયમ નંબરો
 • યુનિવર્સલ એક્સેસ નંબર (UAN)
 • પર્સનલ નંબર
તમારો ફોન નંબર લખ્યા પછી તેના પર SMS મળવાની રાહ જુઓ. આ મેસેજમાં 6 અંકોનો ખાતરીનો કોડ હશે, જેને તમે WhatsAppની ખાતરી માટેની સ્ક્રીન પર લખશો. આ ખાતરી કોડ એકમાત્ર અને અલગ હોય છે તથા તમે જયારે પણ કોઈ નવા ફોન નંબર કે ડિવાઇસની ખાતરી કરો, ત્યારે દરેક વખતે બદલાય છે. કૃપા કરીને ખાતરીનો કોડ અનુમાનથી લખશો નહિ, નહિતર તમે થોડા સમય માટે WhatsApp વાપરી નહિ શકો.
નોંધ: જો તમારું iCloud Keychain ચાલુ કરેલું હશે અને પહેલાં આ નંબરની તમે ખાતરી કરેલી હશે, તો બની શકે કે આપમેળે જ નવા SMS કોડ વગર ખાતરી થઈ જાય.
જો તમને SMSથી કોડ ન મળે, તો અમારી આપમેળે ચાલતી સિસ્ટમ તમને કોડ માટે કૉલ કરી શકે છે. પાંચ મિનિટનું ટાઇમર પૂરું થવાની રાહ જુઓ અને આ દરમિયાન તમારા નંબરમાં ફેરફાર કરશો નહિ. પાંચ મિનિટ પછી, મને કૉલ કરો પર દબાવો.
નોંધ: તમારા મોબાઇલ નેટવર્કના આધારે, બની શકે કે તમને SMS અને ફોન કૉલ માટે ચાર્જ લાગે.
જો તમે આ પગલાં ભર્યા હોય અને કોડ ન મળે, તો નીચે મુજબ કરો:
 1. તમારા iPhoneમાંથી WhatsAppને અનઇન્સ્ટોલ કરો.
 2. તમારો iPhone રીબૂટ કરો > તમારા iPhoneને બંધ કરીને ચાલુ કરો.
 3. App Store પરથી WhatsAppનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં