Meta કંપનીઓ સાથે WhatsApp કઈ માહિતી શેર કરે છે?

હાલમાં WhatsApp Meta કંપનીઓ સાથે અમુક પ્રકારની માહિતી શેર કરે છે. અમે અન્ય Meta કંપનીઓ સાથે શેર કરીએ છીએ તે માહિતીમાં તમારા એકાઉન્ટના રજિસ્ટ્રેશનની માહિતી (જેમ કે તમારો ફોન નંબર), વ્યવહારનો ડેટા (ઉદાહરણ તરીકે, જો તમે WhatsAppમાં Facebook Pay અથવા શૉપનો ઉપયોગ કરો છો), સેવાથી સંબંધિત માહિતી, અમારી સેવાઓનો ઉપયોગ કરતી વખતે તમે બિઝનેસનો કેવી રીતે સંપર્ક કરો છો તેની માહિતી, મોબાઇલ ડિવાઇસની માહિતી, તમારું IP એડ્રેસ અને પ્રાઇવસી પોલિસીના 'અમારા દ્વારા ભેગી કરવામાં આવતી માહિતી' નામના વિભાગમાં બતાવેલી અન્ય માહિતી અથવા તમને નોટિસ મોકલીને અથવા તમારી સંમતિના આધારે મેળવેલી માહિતીનો સમાવેશ થાય છે.
અમે પ્રભાવશાળી રીતોનો ઉપયોગ કરીને Meta સાથે શેર કરાતી માહિતીને મર્યાદિત કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે તમારી પર્સનલ વાતચીતોને હંમેશાં એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રાખીશું, જેથી WhatsApp અને Meta બન્નેમાંથી કોઈ પણ તમારા મિત્રો અને કુટુંબીજનો સાથેના આ પર્સનલ મેસેજ જોઈ ના શકે. કોણ કોને મેસેજ કે કૉલ કરે છે અમે તેનો રેકોર્ડ રાખતા નથી અને તમે શેર કરેલું લોકેશન જોઈ શકતા નથી, એટલે અમે તેને Meta સાથે શેર કરી શકતા નથી અને કરતા પણ નથી. સેવા પૂરી પાડવા માટે અમને તમારા સંપર્કોની જરૂર પડે છે, પણ અમે Meta સાથે તમારા સંપર્કોને શેર કરતા નથી. અહીં તમે આમાંની કેટલીક મર્યાદાઓ વિશે વધુ જાણી શકો છો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં