કોઈ મેસેજ પર સ્ટાર કેવી રીતે મૂકવો કે દૂર કરવો

સ્ટાર મૂકેલા મેસેજની સુવિધા તમને જોઈતા મેસેજને બુકમાર્ક કરવા દે છે, જેથી તમને પછી જ્યારે તેની જરૂર પડે ત્યારે ઝડપથી જોઈ શકો.
કોઈ મેસેજ પર સ્ટાર મૂકવા માટે
  1. WhatsApp ખોલો.
  2. ચેટ અથવા ગ્રૂપમાં, તમારે જે મેસજ પર સ્ટાર મૂકવો હોય તેને પસંદ કરો.
  3. વિકલ્પો > સ્ટાર મૂકો પર દબાવો.
કોઈ મેસેજ પરથી સ્ટાર દૂર કરવા માટે
  1. WhatsApp ખોલો.
  2. ચેટ અથવા ગ્રૂપમાં, તમે જે મેસેજ પરથી સ્ટાર દૂર કરવા માગતા હો તેને પસંદ કરો.
  3. વિકલ્પો > સ્ટાર દૂર કરો પર દબાવો.
નોંધ: સ્ટાર દૂર કરવાથી મેસેજ ડિલીટ નહિ થાય.
તમે જેના પર સ્ટાર મૂક્યા છે તે મેસેજનું લિસ્ટ જોવા માટે
  1. WhatsApp ખોલો.
  2. સેટિંગ > સ્ટાર મૂકેલા મેસેજ પર દબાવો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં