કોઈએ તમારી સાથે સંપર્ક તોડ્યો છે એની ખબર કેવી રીતે પડે
જો કોઈએ તમારી સાથે સંપર્ક તોડ્યો છે, તો આ રીતે ખબર પડશે:
- તમે હવે ચેટ વિંડોમાં સંપર્કની "છેલ્લે જોયું" અંગેની માહિતી અથવા તે ઓનલાઇન છે કે નહિ તે જોઈ શકતા નથી. અહીં વધુ જાણો.
- તમે તે સંપર્કના પ્રોફાઇલ ફોટોમાં કોઈ અપડેટ જોઈ શકતા નથી.
- જેણે તમારી સાથે સંપર્ક તોડ્યો છે તેવા સંપર્કને મેસેજ મોકલો ત્યારે તે મેસેજમાં હંમેશાં એક ચેક માર્ક (મોકલેલો મેસેજ) બતાવશે, અને બીજો ચેક માર્ક (મેસેજ પહોંચી ગયો) ક્યારેય બતાવશે નહિ.
- તમે જે પણ કૉલ કરવાનો પ્રયત્ન કરો છો તે જશે નહિ.
જો તમે સંપર્ક માટેની ઉપર આપેલી બધી બાબતો જુઓ, તો તેનો અર્થ એ થઈ શકે કે તે વપરાશકર્તાએ તમારી સાથેનો સંપર્ક તોડ્યો છે. જોકે, અન્ય શક્યતાઓ પણ હોઈ શકે છે. અમે આ જાણકારીને ઇરાદાપૂર્વક અસ્પષ્ટ રાખી છે, જેથી જ્યારે તમે કોઈની સાથે સંપર્ક તોડો ત્યારે તમારી પ્રાઇવસી જળવાઈ રહે અને સામેવાળાને ખ્યાલ ન આવે. આ જ કારણ છે કે જ્યારે તમારી સાથે કોઈ સંપર્ક તોડે, ત્યારે અમે તમને સૂચિત કરી શકતા નથી.