કોઈએ તમારી સાથે સંપર્ક તોડ્યો છે એની ખબર કેવી રીતે પડે
જો કોઈએ તમારી સાથે સંપર્ક તોડ્યો છે, તો આ રીતે ખબર પડશે:
- તમે હવે સંપર્કે છેલ્લે ક્યારે જોયું કે તેઓ ઓનલાઇન છે કે નહિ તે જોઈ શકશો નહિ.
- તમે સંપર્કોના સ્ટેટસ જોઈ શકતા નથી.
- તમે તે સંપર્કના પ્રોફાઇલ ફોટોમાં કોઈ અપડેટ જોઈ શકતા નથી.
- જેણે તમારી સાથે સંપર્ક તોડ્યો છે તેવા સંપર્કને મેસેજ મોકલો ત્યારે તે મેસેજમાં તમે મેસેજ મોકલ્યો છે તે બતાવતો માત્ર એક ગ્રે ચેકમાર્ક દેખાશે. તેમાં બીજા કોઈ ચેકમાર્ક દેખાશે નહિ.
- તમે જે પણ કૉલ કરવાનો પ્રયત્ન કરો છો તે જશે નહિ.
- જો તમે ગ્રૂપ એડમિન હો, તો તમે તેમને ગ્રૂપમાં ઉમેરી શકતા નથી.
જો તમે સંપર્ક માટેની ઉપર આપેલી બધી બાબતો જુઓ, તો તેનો અર્થ એ થઈ શકે કે તેઓએ તમારી સાથેનો સંપર્ક તોડ્યો છે. પરંતુ તેવું અન્ય કારણોસર પણ બની શકે છે. તમારી સાથે કોઈ સંપર્ક તોડે, ત્યારે અમે તમને સૂચિત કરી શકતા નથી.