WhatsApp Business ઍપ કેવી રીતે ડાઉનલોડ કરવી

Android
iPhone
WhatsApp Business ઍપ નાના બિઝનેસ માટે વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે.
ઍપ ડાઉનલોડ કરતા પહેલા, નીચેની બાબતોનું ધ્યાન રાખો:
  • જો WhatsApp Messenger પર તમારું એકાઉન્ટ હોય, તો તમે નવા WhatsApp Business એકાઉન્ટમાં સરળતાથી જૂની ચેટ અને મીડિયા સહિત તમારું એકાઉન્ટ ટ્રાન્સફર કરી શકો છો.
  • જો તમે WhatsApp Business ઍપ વાપરવાનું બંધ કરો, તો તેની જૂની ચેટ પાછી WhatsApp Messenger પર લઈ જવાશે નહિ.
  • જ્યાં સુધી બન્ને એકાઉન્ટ સાથે લિંક કરેલા ફોન નંબર અલગ-અલગ હોય, ત્યાં સુધી તમે WhatsApp Business ઍપ અને WhatsApp Messenger એકસાથે વાપરી શકો છો. એક જ સમયે એક ફોન નંબરનું બન્ને ઍપ સાથે સંકળાયેલું હોવું શક્ય નથી.
WhatsApp Business ઍપ સેટ અપ કરવા માટે:
  1. Google Play Store પરથી WhatsApp Business ઍપ ડાઉનલોડ કરો.
  2. તમારા બિઝનેસના ફોન નંબરની ખાતરી કરો.
  3. જો તમારી ઇચ્છા હોય, તો બેકઅપમાંથી તમારું એકાઉન્ટ રિસ્ટોર કરો.
  4. તમારા બિઝનેસનું નામ નક્કી કરો.
  5. તમારી પ્રોફાઇલ બનાવો. વધુ વિકલ્પો
    > સેટિંગ > તમારા બિઝનેસનું નામ પર દબાવો.
સંબંધિત લેખ:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં