તમારી બિઝનેસ પ્રોફાઇલમાં ફેરફાર કેવી રીતે કરવો
વેબ અને ડેસ્કટોપ
Android
iPhone
તમારી બિઝનેસ પ્રોફાઇલ તમને તમારા બિઝનેસનું નામ, સરનામું, તેનો પ્રકાર, વર્ણન, ઇમેઇલ અને વેબસાઇટ સહિતની તમારી કંપનીની માહિતી ઉમેરવાની સુવિધા આપે છે. લોકો જ્યારે તમારી પ્રોફાઇલ જુએ છે ત્યારે આ માહિતી સરળતાથી જોઈ શકે છે.
બિઝનેસ ટિપ: સંપૂર્ણ અને સચોટ બિઝનેસ પ્રોફાઇલ માત્ર તમારા ગ્રાહકોને માહિતગાર જ રાખતી નથી. તે તમારા કામકાજનો સમય જેવી બાબતો વિશે તમને મળતા મેસેજ પણ ઘટાડી શકે છે.
તમારી બિઝનેસ પ્રોફાઇલ જોવા માટે WhatsApp વેબ ખોલો. પછી, મેનૂ
> પ્રોફાઇલ પર ક્લિક કરો.

તમારા પ્રોફાઇલ ફોટામાં ફેરફાર કરવા માટે
- તમારા પ્રોફાઇલ ફોટા પર ક્લિક કરો.
- નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો:
- તમારો હાલનો પ્રોફાઇલ ફોટો જોવા માટે ફોટો જુઓ પસંદ કરો.
- તમારા કમ્પ્યૂટરના કેમેરાથી નવો ફોટો લેવા માટે ફોટો પાડો પસંદ કરો.
- તમારી ફાઇલમાંથી ફોટો અપલોડ કરવા માટે ફોટો અપલોડ કરો પસંદ કરો.
- તમારો હાલનો પ્રોફાઇલ ફોટો દૂર કરવા માટે ફોટો દૂર કરો પસંદ કરો.
નોંધ: તમારો પ્રોફાઇલ ફોટો ડિફોલ્ટ રીતે સાર્વજનિક છે. તમારા પ્રાઇવસી સેટિંગ કેવી રીતે બદલવા, તેના વિશે આ લેખમાં જાણો.
તમારા કવર ફોટોમાં ફેરફાર કરવા માટે
- તમારા કવર ફોટો પર ફેરફાર કરોપર ક્લિક કરો.
- નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો:
- તમારા કમ્પ્યૂટરના કેમેરાથી નવો ફોટો લેવા માટે ફોટો પાડો પસંદ કરો.
- તમારી ફાઇલમાંથી ફોટો અપલોડ કરવા માટે ફોટો અપલોડ કરો પસંદ કરો.
- તમારો હાલનો કવર ફોટો દૂર કરવા માટે ફોટો દૂર કરો પસંદ કરો.
નોંધ: તમારો કવર ફોટો ડિફોલ્ટ રીતે સાર્વજનિક છે.
તમારા બિઝનેસના વર્ણનમાં ફેરફાર કરવા માટે
- બિઝનેસનું વર્ણનના ખાના પર ફેરફાર કરોપર ક્લિક કરો.
- જાણકારી અપડેટ કરો.
- પર ક્લિક કરો.
તમારા બિઝનેસના પ્રકારમાં ફેરફાર કરવા માટે
- કેટેગરીના ખાનામાં ફેરફાર કરોપર ક્લિક કરો.
- તમારા બિઝનેસ માટે વધુમાં વધુ ત્રણ સંબંધિત પ્રકારો પસંદ કરો.
- સેવ કરો પર ક્લિક કરો.
તમારા બિઝનેસના સરનામાંમાં ફેરફાર કરવા માટે
- સરનામાના ખાનામાં ફેરફાર કરોપર ક્લિક કરો.
- તમારા બિઝનેસનું સરનામું લખો.
- પર ક્લિક કરો.
તમારા કામકાજના સમયમાં ફેરફાર કરવા માટે
- કામકાજનો સમયના ખાના પર ફેરફાર કરોપર ક્લિક કરો.
- તમે તમારા સમયનું લિસ્ટ બનાવવા માટે જે વાપરવા માગતા હો તે શેડ્યૂલ કરેલા નમૂના પર ક્લિક કરો:
- પસંદગીનો સમય: તમારો બિઝનેસ કયા દિવસે અને કેટલા સમય માટે ખુલ્લો રહે છે એ ચેકબોક્સ લગાવીને પસંદ કરો. આનાથી તમે દરરોજના કામકાજના સમયની પણ જાણકારી આપી શકો છો.
- હંમેશા ખુલ્લો: તમારો બિઝનેસ કયા દિવસે અને કેટલા સમય માટે ખુલ્લો રહે છે એ ચેકબોક્સ લગાવીને પસંદ કરો.
- એપોઇન્ટમેન્ટ દ્વારા: તમારો બિઝનેસ અઠવાડિયામાં કયા દિવસે એપોઇન્ટમેન્ટ લેવાવાળા ગ્રાહકો માટે ખુલ્લો રહે છે એ ચેકબોક્સ લગાવીને પસંદ કરો.
- સેવ કરો પર ક્લિક કરો.
તમારા ઇમેઇલ અને વેબસાઇટમાં ફેરફાર કરવા માટે
- તમે જે ખાનું અપડેટ કરવા માગતા હો, તેના પર ફેરફાર કરોપર ક્લિક કરો.
- તમારી માહિતીને અપડેટ કરો.
- પર ક્લિક કરો.
તમારા કેટલોગમાં ફેરફાર કરવા માટે
- તમારા કેટલોગને અપડેટ કરવા કે નવું કેટલોગ બનાવવા માટે કેટલોગનું સંચાલન કરો પર ક્લિક કરો.
- તમારા કેટલોગમાં જરૂર મુજબ વસ્તુઓને ઉમેરો અથવા તેમાં ફેરફાર કરો. કેટલોગ કેવી રીતે બનાવવું અને જાળવવું, તેના વિશે આ લેખમાં વધુ જાણો.
'તમારા વિશે'ની માહિતીમાં ફેરફાર કરવા માટે
- તમારા વિશે માહિતીના ખાનામાં ફેરફાર કરોપર ક્લિક કરો.
- તમારી માહિતીને અપડેટ કરો.
- પર ક્લિક કરો.
નોંધ: તમે મોબાઇલ ડિવાઇસ પર WhatsApp Business ઍપના માધ્યમથી જ તમારા બિઝનેસના નામ, નકશાના લોકેશન, ફોન નંબર અને લિંક કરેલા એકાઉન્ટમાં ફેરફાર કરી શકો છો.
સંબંધિત લેખો
- તમારી બિઝનેસ પ્રોફાઇલ વિશે
- Android | iPhone પર તમારી બિઝનેસ પ્રોફાઇલમાં ફેરફાર કેવી રીતે કરવો