તમારું વોલપેપર કેવી રીતે બદલી શકો

WhatsApp તમને તમારું વોલપેપર બદલાવા દે છે, એટલે તમે તમારી ચેટને પસંદ મુજબ બનાવી શકો. તમે બધી ચેટ માટે અથવા કોઈ નિશ્ચિત ચેટ માટે વોલપેપર બદલી શકો છો. તમે ખાસ કરીને ડાર્ક કે લાઇટ મોડ માટે વોલપેપર પસંદ કરી શકો છો અને તમારું ડાર્ક મોડનું વોલપેપર ઝાંખુ કરી શકો છો.
બધી ચેટ માટે વોલપેપર બદલો
 1. વધુ વિકલ્પો
  > સેટિંગ > ચેટ > વોલપેપર પર દબાવો.
  • વૈકલ્પિક રીતે, તમે કોઈ ચેટ ખોલી શકો છો > વધુ વિકલ્પો
   > વોલપેપર પર દબાવી શકો છો.
  • જો તમે ડાર્ક મોડનો ઉપયોગ કરતા હો, તો રાખેલું વોલપેપર ઝાખું કરવા માટે સ્લાઇડરનો ઉપયોગ કરી શકો છો.
 2. બદલો પર દબાવો.
 3. વોલપેપરનો પ્રકાર પસંદ કરો, પછી તમારા વોલપેપર માટે તમે ચાહો એ ફોટો પસંદ કરો.
  • તમે ડિફોલ્ટ વોલપેપર પર દબાવીને પણ WhatsAppનું ડિફોલ્ટ વોલપેપર પાછું લાવી શકો છો.
 4. વોલપેપર સેટ કરો પર દબાવો.
કોઈ નિશ્ચિત ચેટ માટે વોલપેપર બદલો
 1. તમે જે ચેટમાં વોલપેપર બદલવા માગતા હો એ ચેટ ખોલો.
 2. વધુ વિકલ્પો
  > વોલપેપર પર દબાવો.
  • જો તમે ડાર્ક મોડનો ઉપયોગ કરતા હો, તો રાખેલું વોલપેપર ઝાખું કરવા માટે સ્લાઇડરનો ઉપયોગ કરી શકો છો.
 3. વોલપેપરનો પ્રકાર પસંદ કરો, પછી તમારા વોલપેપર માટે તમે ચાહો એ ફોટો પસંદ કરો.
  • તમે WhatsAppનું ડિફોલ્ટ વોલપેપર પાછું લાવવા માટે ડિફોલ્ટ વોલપેપર પર દબાવી શકો છો.
 4. વોલપેપર સેટ કરો પર દબાવો.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં