વોઇસ મેસેજ કેવી રીતે મોકલવા

Android
iOS
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Mac
WhatsApp વોઇસ મેસેજિંગ તમને સંપર્કો કે ગ્રૂપ સાથે તરત વાત કરવાની સગવડ પૂરી પાડે છે. તમે મહત્ત્વની અને સમયસર પહોંચાડવી જરૂરી હોય તેવી માહિતી માટે તેને વાપરી શકો છો. બધા વોઇસ મેસેજ આપમેળે ડાઉનલોડ થાય છે.
પસંદ કરેલા સંપર્કો સાથે સ્ટેટસ અપડેટ શેર કરતા પહેલાં તમે તેને રેકોર્ડ, પ્રિવ્યૂ અને ફરી રેકોર્ડ પણ કરી શકો છો. તમારો મેસેજ મેળવનારા તમારા સ્ટેટસને સાંભળી શકે છે અને ઓડિયો પ્લે થાય ત્યારે એક્ટિવ વિઝ્યુલાઇઝેશન જોઈ શકે છે.

વોઇસ મેસેજ આવી રીતે મોકલો

 1. તમે જે ચેટમાં વોઇસ મેસેજ મોકલવા માગતા હો, તે ચેટ ખોલો.
 2. લખવાના ખાનાની બાજુમાં
  microphone
  પર દબાવી રાખો, પછી બોલવાનું શરૂ કરો. નોંધ: જો તમારા મેસેજનો શરૂઆતનો ભાગ રેકોર્ડ ન થયો હોય, તો તમારે બોલતા પહેલાં એક સેકન્ડ રાહ જોઈને બોલવું પડી શકે છે.
 3. તમે તે કરી લો એટલે, આપમેળે તમારો મેસેજ મોકલવા માટે
  microphone
  પરથી તમારી આંગળી દૂર કરો. અથવા, જો તમે હેન્ડ્સ-ફ્રી રેકોર્ડિંગ કરતા હો, તો રેકોર્ડિંગ રોકવા માટે અને મોકલતા પહેલાં તમારા મેસેજના ડ્રાફ્ટનો પ્રિવ્યૂ જોવા માટે
  pause
  પર દબાવો. રેકોર્ડિંગ ચાલુ રાખવા માટે
  microphone resume
  પર દબાવો.
 4. મેસેજ મોકલવા માટે
  send
  પર દબાવો.
નોંધ:
 • રેકોર્ડિંગ કરતી વખતે તમારો વોઇસ મેસેજ રદ કરીને ડિલીટ કરવા માટે તમે
  slide to cancel
  પર સરકાવી શકો છો.
 • જો તમારા મેસેજનો શરૂઆતનો ભાગ રેકોર્ડ ન થયો હોય, તો તમારે બોલતા પહેલાં એક સેકન્ડ રાહ જોઈને બોલવું પડી શકે છે.
 • જો તમે વોઇસ મેસેજ મોકલવાનો પ્રયત્ન કરો છો અને તમે તેને મોકલો તેની પહેલાં રેકોર્ડિંગ દેખાય નહિ, તો તમારો ફોન બંધ કરીને શરૂ કરી જુઓ.

તમે મોકલેલા વોઇસ મેસેજ પર

 • microphone
  દર્શાવે છે કે મેસેજ મેળવનારા બધા લોકોએ મેસેજ પ્લે કર્યો નથી, પરંતુ કેટલાકે તેને પ્લે કર્યો હોઈ શકે.
 • microphone
  દર્શાવે છે કે મેસેજ મેળવનાર દરેક વ્યક્તિએ મેસેજ પ્લે કર્યો છે.

વોઇસ સ્ટેટસ રેકોર્ડ કરીને આવી રીતે મોકલો

તમે વધુમાં વધુ 30 સેકન્ડનું વોઇસ સ્ટેટસ રેકોર્ડ કરીને મોકલી શકો છો.
 1. અપડેટ ટેબ >
  add status
  >
  પર દબાવો.
 2. microphone
  પર દબાવી રાખો, પછી બોલવાનું શરૂ કરો.
 3. તમે રેકોર્ડિંગ કરવાનું પૂરું કરી લો, ત્યારે
  microphone
  પરથી તમારી આંગળી ઉઠાવી લો.
 4. તમે તમારી અપડેટ જે સંપર્ક કે ગ્રૂપ ચેટ સાથે શેર કરવા માગતા હો, તેને પસંદ કરો.
 5. તમારું વોઇસ સ્ટેટસ મોકલવા માટે
  send
  પર દબાવો.

સંબંધિત લેખો

શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?

હા
નહીં