વોઇસ મેસેજ કેવી રીતે મોકલવા

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
WhatsApp વોઇસ મેસેજિંગ તમને સંપર્કો કે ગ્રૂપ સાથે તરત વાત કરવા દે છે. તમે મહત્ત્વની અને સમયસર પહોંચાડવી જરૂરી હોય તેવી માહિતી માટે તેને વાપરી શકો છો. બધા વોઇસ મેસેજ આપમેળે ડાઉનલોડ થાય છે.
તમે વોઇસ અપડેટ રેકોર્ડ કરીને તેને સ્ટેટસમાં શેર પણ કરી શકો છો.
તમે તમારી સ્ટેટસ અપડેટ મોકલતા પહેલાં તેને પ્રિવ્યૂ કરી શકો છો અને જો તમને જરૂર હોય, તો તેને ફરી રેકોર્ડ કરી શકો છો. પછી, તમારા પસંદ કરેલા સંપર્કો સાથે તમારી સ્ટેટસ અપડેટ શેર કરો. તેઓ તમારી અપડેટને સાંભળી શકશે અને જ્યારે ઓડિયો પ્લે થાય ત્યારે તેઓ એક્ટિવ વિઝ્યુલાઇઝેશન જોઈ શકે છે.
વોઇસ મેસેજ મોકલવા માટે
 1. કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
 2. માઇક્રોફોન
  પર દબાવી રાખીને બોલવાનું શરૂ કરો.
 3. રેકોર્ડિંગ પૂરું થાય એટલે માઇક્રોફોન
  પરથી તમારી આંગળી ઉઠાવી લો. વોઇસ મેસેજ આપમેળે મોકલાઈ જશે.
વોઇસ મેસેજ રેકોર્ડ કરતી વખતે, તમે તેને સરકાવીને રદ કરી
શકો છો.
લાંબો વોઇસ મેસેજ રેકોર્ડ કરવા માટે
 1. કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
 2. માઇક્રોફોન
  પર દબાવી રાખીને બોલવાનું શરૂ કરો.
 3. દબાવી રાખ્યા વગર રેકોર્ડિંગ કરવા માટે ઉપરની બાજુ સરકાવો.
 4. એક વાર તે થઈ જાય પછી, મેસેજ મોકલવા માટે મોકલો
  પર દબાવો.
લાંબો વોઇસ મેસેજ રેકોર્ડ કરતી વખતે, તેને રદ કરવા માટે તમે રદ કરો પર દબાવી શકો છો. તમે રેકોર્ડિંગ રોકવા માટે, લાલ રંગનું 'રેકોર્ડિંગ રોકો' બટન
દબાવી શકો છો અથવા તમારા મેસેજને પ્રિવ્યૂ પણ કરી શકો છો. તે જ વોઇસ મેસેજમાં રેકોર્ડિંગ ચાલુ રાખવા માટે, લાલ માઇક આઇકન
પર દબાવો.
વોઇસ સ્ટેટસ અપડેટ રેકોર્ડ કરો અને મોકલો
તમે વધુમાં વધુ 30-સેકન્ડ સુધીની વોઇસ અપડેટ રેકોર્ડ કરી શકો છો અને શેર કરી શકો છો.
 1. તમારી સ્ટેટસ ટેબ ખોલો.
 2. લખેલો મેસેજ વિકલ્પ પસંદ કરો
  .
 3. મેસેજ લખવાની જગ્યામાં માઇક્રોફોન દબાવી રાખો
  અને બોલવાનું શરૂ કરો.
 4. રેકોર્ડિંગ પૂરું થાય એટલે માઇક્રોફોન
  પરથી તમારી આંગળી ઉઠાવી લો. તમે તમારી અપડેટ જે સંપર્ક કે ગ્રૂપ ચેટ સાથે શેર કરવા માગતા હો, તેને પસંદ કરો.
 5. પર દબાવો.
નોંધ: કેટલાક ફોન પર, જો તમારા મેસેજનો શરૂઆતનો ભાગ રેકોર્ડ ન થયો હોય, તો બની શકે કે તમારે બોલતા પહેલાં એક સેકન્ડ રાહ જોવી પડે.
તમે મોકલેલા વોઇસ મેસેજ પર તમને:
 • બધા મેળવનારે પ્લે કરેલો ન હોય (પરંતુ અમુક મેળવનારે પ્લે કર્યો હોય) તેવા વોઇસ મેસેજ માટે ગ્રે માઇક્રોફોન
  જોવા મળશે.
 • તમારો મેસેજ બધા મેળવનાર પ્લે કરે એટલે વોઇસ મેસેજ પર વાદળી માઇક્રોફોન
  જોવા મળશે.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં