ચેટ કેવી રીતે ડિલીટ કરવી
Android
iPhone
KaiOS
કોઈ વ્યક્તિગત ચેટને ડિલીટ કરવા માટે
- ચેટ ટેબમાં, તમે ખાલી કરવા માગતા હો તે ચેટને ડાબે ખસેડો.
- વધુ > ચેટ ડિલીટ કરો > ચેટ ડિલીટ કરો પર દબાવો.
બીજી રીતે, ચેટ ટેબના સૌથી ઉપરના ખૂણે ફેરફાર કરો પર દબાવો > તમે ડિલીટ કરવા માગતા હો એ ચેટ પસંદ કરો > ડિલીટ કરો > ચેટ ડિલીટ કરો પર દબાવો.
કોઈ ગ્રૂપ ચેટને ડિલીટ કરવા માટે
કોઈ ગ્રૂપ ચેટને ડિલીટ કરવા, પહેલા તમારે એે ગ્રૂપમાંથી બહાર નીકળી જવું પડશે:
- ચેટ ટેબમાં, તમે ખાલી કરવા માગતા હો તે ગ્રૂપ ચેટને ડાબે ખસેડો.
- વધુ > ગ્રૂપમાંથી બહાર નીકળો > ગ્રૂપમાંથી બહાર નીકળો પર દબાવો.
- ગ્રૂપ ચેટને ડાબે ખસેડો > ગ્રૂપ ડિલીટ કરો > ગ્રૂપ ડિલીટ કરો પર દબાવો.
એકસાથે બધી ચેટ ડિલીટ કરવા માટે
- WhatsApp સેટિંગ > ચેટ > બધી ચેટ ડિલીટ કરો પર જાઓ.
- તમારો ફોન નંબર લખો > બધી ચેટ ડિલીટ કરો પર દબાવો.
તમારા ચેટ ટેબમાંથી વ્યક્તિગત ચેટ ડિલીટ થઈ જશે. જોકે, તમારી ચેટ ટેબમાં ગ્રૂપ ચેટ જોઈ શકાશે, અને તમે જ્યાં સુધી ગ્રૂપ છોડશો નહિ ત્યાં સુધી તમે એમનો ભાગ ગણાશો.
સંબંધિત લેખો: