ચેટ કેવી રીતે ડિલીટ કરવી
Android
iOS
KaiOS
Android
iOS
KaiOS
કોઈ વ્યક્તિગત ચેટને ડિલીટ કરવા માટે
- ચેટ ટેબમાં, તમે જે ચેટ ડિલીટ કરવા માગતા હો, તેને ડાબી બાજુએ સરકાવો.
- વધુ > ચેટ ડિલીટ કરો > ચેટ ડિલીટ કરો પર દબાવો.
વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં સૌથી ઉપર ખૂણામાં ફેરફાર કરો પર દબાવો > તમે ડિલીટ કરવા માગતા હો, તે ચેટને પસંદ કરો > ડિલિટ કરો > ચેટ ડિલીટ કરો પર દબાવો.
કોઈ ગ્રૂપ ચેટને ડિલીટ કરવા માટે
ગ્રૂપ ચેટને ડિલીટ કરવા માટે, પહેલા તમારે એે ગ્રૂપ છોડવું પડશે:
- ચેટ ટેબમાં, તમે જે ગ્રૂપ ચેટ ડિલીટ કરવા માગતા હો, તેને ડાબી બાજુએ સરકાવો.
- વધુ > ગ્રૂપ છોડો > ગ્રૂપ છોડો પર દબાવો.
- ગ્રૂપ ચેટમાં ડાબી બાજુએ સરકાવો > ગ્રૂપ ડિલીટ કરો > ગ્રૂપ ડિલીટ કરો પર દબાવો.
નોંધ: જો કોઈ ગ્રૂપ કોમ્યુનિટીનો ભાગ હોય, તો કોમ્યુનિટી પર દબાવીને તે ગ્રૂપને શોધી શકો છો. અથવા તમે શોધ બારમાં ગ્રૂપનું નામ લખીને પણ તેને શોધી શકો છો.
એકસાથે બધી ચેટ ડિલીટ કરવા માટે
- WhatsApp સેટિંગ > ચેટ > બધી ચેટ ડિલીટ કરો પર જાઓ.
- તમારો ફોન નંબર લખો > બધી ચેટ ડિલીટ કરો પર દબાવો.
તમારી ચેટ ટેબમાંથી વ્યક્તિગત ચેટ ડિલીટ કરવામાં આવશે. જોકે, તમારી ચેટ ટેબમાં હજી પણ ગ્રૂપ ચેટ દેખાશે અને તમે તેને છોડો નહિ ત્યાં સુધી તમે તેનો ભાગ રહેશો.
નોંધ: એક વાર તમે કોઈ ચેટ ડિલીટ કરો, તેને પાછી મેળવી શકાતી નથી. WhatsApp તમે ડિલીટ કરેલી ચેટ રિકવર કરી શકતું નથી. જો તમારું લેટેસ્ટ બેકઅપ ચેટ ડિલીટ કરતા પહેલાં કરવામાં આવ્યું હોય તો જ તમે ડિલીટ કરેલી ચેટ રિકવર કરી શકો છો. ધ્યાન રાખો કે તમે લેટેસ્ટ બેકઅપ પછી થયેલી કોઈ પણ ચેટ ગુમાવશો.