નોટિફિકેશનને લગતી સમસ્યાઓ વિશે જાણકારી

Android
WhatsApp મેસેજ અને નોટિફિકેશનની તરત ડિલિવરી થાય તેની ખાતરી કરવા માટે, તમારો ફોન યોગ્ય રીતે કોન્ફિગર કરેલો હોવો જોઈએ.
ખાતરી કરો કે તમારા ફોનનું ઇન્ટરનેટ કનેક્શન બરાબર કામ કરી રહ્યું છે કે નહિ
એની ખાતરી તમે બ્રાઉઝરને ખોલીને અને કોઈ વેબસાઇટ પર જઈને કરી શકો છો. જો વેબસાઇટ ન ખૂલે, તો કનેક્શનની સમસ્યા ઉકેલવાનાં આ પગલાંઓને અનુસરો.
જો વેબસાઇટ ખૂલે પણ WhatsApp કામ ન કરે, તો તમારા મોબાઇલ પ્રોવાઇડર અને સિસ્ટમ સંચાલકનો સંપર્ક કરો અને ખાતરી કરો કે તમારું APN અને રાઉટર યોગ્ય રીતે કોન્ફિગર કરેલું છે કે નહિ, જેથી નોન-વેબ અને સોકેટ કનેક્શનનો એક્સેસ મળી શકે. તમે કોઈ બીજા નેટવર્ક સાથે કનેક્ટ કરીને પણ તપાસી શકો છો. જો તમે વાઇ-ફાઇ સાથે કનેક્ટેડ હો, તો મોબાઇલ ડેટા અજમાવી જુઓ અને જો મોબાઇલ ડેટા સાથે કનેક્ટેડ હો, તો વાઇ-ફાઇ અજમાવી જુઓ.
ખાતરી કરો કે બેકગ્રાઉન્ડ ડેટા પ્રતિબંધિત નથી
  1. તમારા ફોનમાં સેટિંગ ઍપ > ઍપ > WhatsApp > ડેટા વપરાશ ખોલો.
  2. ખાતરી કરો કે બેકગ્રાઉન્ડ ડેટા પ્રતિબંધિત નથી.
  3. Google Services માટે ઉપરનાં પગલાંઓનું પુનરાવર્તન કરો.
જો ઉપર જણાવેલી રીતોથી ઉકેલ ન આવે, તો ઉકેલ માટેના વધારાના ઉપાય તરીકે
  • તમારો ફોન ફરી ચાલુ કરીને જુઓ અથવા તેને સંપૂર્ણ રીતે બંધ કરીને ચાલુ કરી જુઓ.
  • તમારા ફોનમાં સેટિંગ ઍપ > ઍપ > મેનૂ આઇકન > ઍપ પસંદગીઓને રિસેટ કરો પર જઈને ઍપ પસંદગીઓને રિસેટ કરો.
  • પાવર સેવિંગ મોડને એક્ટિવેટ થતા અટકાવો, દાખલા તરીકે તમારા ફોનને ચાર્જમાં મૂકી રાખો.
  • WhatsApp > વધુ વિકલ્પો
    > WhatsApp વેબ > તમામ કમ્પ્યૂટરમાંથી લોગ આઉટ કરો પર જઈને WhatsApp વેબમાંથી લોગ આઉટ કરો.
  • તમારા ફોનમાં સેટિંગ ઍપ > વાઇ-ફાઇ > સેટિંગ આઇકન > સ્લિપ મોડ દરમિયાન વાઇ-ફાઇને ચાલુ રાખો > હંમેશાં પર જઈને સ્લિપ મોડ દરમિયાન વાઇ-ફાઇને ચાલુ રાખો.
  • કોઈ પણ ટાસ્ક કિલરને અનઇન્સ્ટૉલ કરો. જ્યારે તમે WhatsAppનો ઉપયોગ કરી રહ્યા ન હો, ત્યારે ટાસ્ક કિલરના લીધે મેસેજ મળવામાં અડચણ આવી શકે છે.
  • Hangouts ઍપને લોન્ચ કરો અને તમારા તમામ એકાઉન્ટમાંથી સાઇન આઉટ કરો. પછી Hangouts ફરીથી લોન્ચ કરો અને પાછા સાઇન ઇન કરો.
OSને લગતી સમસ્યાઓનો આવી રીતે ઉકેલ લાવો
  • Android 4.1 – 4.4
    • ખાતરી કરો કે તમારા ફોનમાં સેટિંગ ઍપ > ડેટા વપરાશ > મેનૂ આઇકન > ઓટો-સિંક ડેટા પર ઓટો-સિંક ડેટા ચાલુ કરેલો છે.
    • ખાતરી કરો કે તમારા ફોનમાં સેટિંગ ઍપ > વાઇ-ફાઇ > મેનૂ આઇકન > વિગતવાર > વાઇ-ફાઇ ઓપ્ટિમાઇઝેશન પર વાઇ-ફાઇ ઓપ્ટિમાઇઝેશન બંધ કરેલું છે.
  • Android 6.0+
    • ખાતરી કરો કે તમારા ફોનમાં સેટિંગ ઍપ > સાઉન્ડ > ડુ નોટ ડિસ્ટર્બ પર ડુ નોટ ડિસ્ટર્બ બંધ કરેલું છે અને તમે WhatsApp નોટિફિકેશનને પ્રાથમિકતા મોડમાં પરવાનગી આપેલી છે.
    • ખાતરી કરો કે તમારા ફોનમાં સેટિંગ ઍપ > ઍપ > WhatsApp > પરવાનગીઓ પર તમામ WhatsApp પરવાનગીઓ મંજૂર કરેલી છે.
જો ઉપર જાણવેલાં પગલાંઓથી કોઈ ઉકેલ ન આવે, તો એ શક્ય છે કે તમને Google પુશ નોટિફિકેશન સેવા પાસેથી અપડેટ મળતી નથી.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં