રૂટ કરેલા ફોન અને મનગમતી બનાવેલી ROM વિશે

Android
WhatsApp મનગમતી બનાવેલી ROM અને રૂટ કરેલા ફોન (ફોનની મૂળ સિસ્ટમમાં કરેલા ફેરફારને) સપોર્ટ કરતું નથી. આ મનગમતું બનાવવાને કારણે એમાં ઘણી વિવિધતા આવે છે, તેથી સારી રીતે કામ કરતી પ્રોડક્ટ જાળવી રાખવામાં અમને મુશ્કેલી પડે છે. તે ઉપરાંત, મનગમતી બનાવેલી ROMs અને રૂટ કરેલા ફોન WhatsAppના સુરક્ષા મોડેલને અપેક્ષા મુજબ કામ કરવા દેતા નથી. જો તમે મનગમતી બનાવેલી ROM કે રૂટ કરેલો ફોન વાપરતા હો, તો બની શકે કે શરૂથી અંત સુધીની સુરક્ષા હોવા છતાં, બીજી ઍપ તમારા મેસેજ વાંચી શકે.
WhatsAppનો સૌથી સારો અનુભવ મેળવવા માટે, સ્ટોક ROM વાપરો અને રૂટને દૂર કરો. રૂટ દૂર કરવા વિશેના ચોક્કસ માર્ગદર્શન માટે, તમારા ફોનના ઉત્પાદકનો સંપર્ક કરો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં