સ્ટેટસ કેવી રીતે વાપરવું
Android
iPhone
KaiOS
સ્ટેટસ તમને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત લખેલો મેસેજ, ફોટો, વીડિયો અને GIF અપડેટ મોકલવા દે છે, જે 24 કલાક પછી ગાયબ થઈ જાય છે.
નોંધ: તમે અને તમારા સંપર્કો એકબીજાની સ્ટેટસ અપડેટ માત્ર ત્યારે જ જોઈ શકો છો, જયારે તમે બંનેએ પોતાના ફોનની એડ્રેસ બુકમાં એકબીજાના નંબર સેવ કરેલા હોય.
સ્ટેટસ અપડેટ બનાવવા અને મોકલવા માટે
- WhatsApp ખોલો > સ્ટેટસપર દબાવો.
- ત્યાર બાદ:
- ફોટો લેવા, વીડિયો કે GIF રેકોર્ડ કરવા અથવા પીકરમાંથી મીડિયા પસંદ કરવા માટે કેમેરાઅથવા મારું સ્ટેટસ પર દબાવો. તમે આ લેખમાં સમજાવ્યા મુજબ તમારા ફોટા, વીડિયો કે GIFના કેપ્શનમાં ફેરફાર કરી શકો છો અથવા તેને ઉમેરી શકો છો. નોંધ: WhatsApp 3GP અને mpeg4 વીડિયો ફોર્મેટને સપોર્ટ કરે છે.
- લખીને સ્ટેટસ અપડેટ મોકલવા માટે લખેલો મેસેજપર દબાવો.
- ફોન્ટ પસંદ કરવા માટે T પર દબાવો.
- બેકગ્રાઉન્ડ રંગ પસંદ કરવા માટે રંગપર દબાવો.
- વોઇસ સ્ટેટસ રેકોર્ડ કરવા માટે વોઇસપર દબાવી રાખો.
- ફોટો લેવા, વીડિયો કે GIF રેકોર્ડ કરવા અથવા પીકરમાંથી મીડિયા પસંદ કરવા માટે કેમેરા
- સ્ટેટસ માટે ઓડિયન્સ પસંદ કરવા માટે, તમારા ડિફોલ્ટ ઓડિયન્સ પર દબાવો. પછી, તમારું સ્ટેટસ જે સંપર્કોને મોકલવાનું છે, તેને પસંદ કરો > થઈ ગયું પર દબાવો.
- મોકલોપર દબાવો.
વૈકલ્પિક રીતે, તમે ચેટ ટેબમાંથી કેમેરા
પર દબાવીને ફોટો, વીડિયો કે GIF સ્ટેટસ અપડેટ બનાવીને મોકલી શકો છો.

નોંધ: WhatsApp 3GP અને mpeg4 વીડિયો ફોર્મેટને સપોર્ટ કરે છે.
સ્ટેટસ અપડેટ જોવા કે તેનો જવાબ આપવા માટે
- કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટ જોવા માટે, સ્ટેટસ, પછી સંપર્કની સ્ટેટસ અપડેટ પર દબાવો. કોઈ સંપર્કની સ્ટેટસ અપડેટનો જવાબ આપવા માટે જવાબ આપોપર દબાવો.
લેખો