WhatsApp Business શું છે?
WhatsApp Business એક ખાસ Android ઍપ છે, જે મફતમાં ડાઉનલોડ કરી શકાય છે અનેે એને નાના બિઝનેસના માલિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. WhatsApp Business મેસેજને આપમેળે મોકલવા, વર્ગીકરણ કરવા અને ઝડપથી જવાબ આપવાનાં સાધનો પૂરાં પાડે છે, જેનાથી ગ્રાહકો સાથેનો સંપર્ક જાળવવો સહેલો બને છે. આ ઍપને WhatsApp Messenger જેવું જ કામ કરવા માટે બનાવવામાં આવી છે. એનો ઉપયોગ કરીને તમે એ બધું જ કરી શકો છો જે તમે કરવા માટે ટેવાયેલા છો, એટલે કે મેસેજિંગથી લઈને ફોટો મોકલવા સુધી.
અમે આ ઍપમાં હમણાં પૂરી પાડીએ છીએ એ સુવિધાઓ નીચે મુજબની છે:
- બિઝનેસ પ્રોફાઇલ કંપનીનાં સરનામાં, ઇમેઇલ અને વેબસાઇટ જેવી મહત્ત્વની માહિતી ઉમેરવા માટે.
- લેબલ તમારી ચેટ અને મેસેજને ગોઠવવા અને તેને સરળતાથી શોધવા માટે.
- મેસેજ માટેનાં ટૂલ્સ ગ્રાહકોને ઝડપથી જવાબ આપવા માટે.
તમે તેને Google Play Store અને App Store પરથી કેવી રીતે ડાઉનલોડ કરવી, તે વિશે જાણી શકો છો.
જો તમે કોઈ બિઝનેસ ધરાવતા ન હો, તો આ જુદી ઍપને ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી. તમે તમારા મિત્રો, કુટુંબ અને બિઝનેસ સાથે મફતમાં વાત કરવા માટે તમારું WhatsApp Messenger એકાઉન્ટ વાપરવાનું ચાલુ રાખી શકો છો.