આંતરરાષ્ટ્રીય ફોન નંબર કેવી રીતે ઉમેરવો
- તમારા ફોનની એડ્રેસ બુક ખોલો.
- સંપર્કનો ફોન નંબર ઉમેરતી વખતે, વત્તા (+)ની નિશાની લખીને શરૂઆત કરો.
- દેશનો કોડ લખો, પછી આખો ફોન નંબર લખો.
- નોંધ: દેશનો કોડ એ બીજા દેશમાં કૉલ કરવા માટે આખા રાષ્ટ્રીય ફોન નંબરની આગળ મૂકવામાં આવતો નંબર છે. તમને જોઈતો દેશનો કોડ શોધવા માટે તમે ઓનલાઇન શોધી શકો છો.
ઉદાહરણ તરીકે, જો યુનાઇટેડ સ્ટેટ્સના (દેશનો કોડ "1") સંપર્કમાં, વિસ્તારનો કોડ "408" અને ફોન નંબર "XXX-XXXX" છે, તો તમે આ રીતે લખશો +1 408 XXX XXXX.
નોંધ:
- ખાતરી કરો કે આગળથી કોઈ 0 અથવા ખાસ કૉલિંગ કોડને દૂર કર્યો છે.
- જો તમે તમારા ફોનની એડ્રેસ બુકમાં લોકલ (દેશનો) ફોન નંબર ઉમેરવા માગતા હો, તો તમે ફોન પર તમારા સંપર્કને કૉલ કરતા હો, તે રીતે નંબર લખો.
- આર્જેન્ટિનાના (દેશનો કોડ "54") બધા ફોન નંબરમાં દેશના કોડ અને વિસ્તારના કોડની વચ્ચે "9" હોવો જોઈએ. આગળનો અંક "15" દૂર કરવો જરૂરી છે, જેથી ફાઇનલ નંબરમાં કુલ 13 અંકો હશે: +54 9 XXX XXX XXXX
- મેક્સિકોના (દેશનો કોડ "52") ફોન નંબરમાં "+52" પછી "1" હોવો જોઈએ, તે Nextelનો નંબર હોય તો પણ.