આંતરરાષ્ટ્રીય ફોન નંબર કેવી રીતે ઉમેરવો
- તમારા ફોનની એડ્રેસ બુક ખોલો.
- સંપર્કનો ફોન નંબર ઉમેરવા, (+) નિશાની લખીને શરૂ કરો.
- પછી, દેશનો કોડ લખો, ત્યાર બાદ આખો ફોન નંબર લખો.
- નોંધ: દેશનો કોડ એ નંબરની આગળ મૂકવામાં આવતી સંખ્યા છે જે કોઈ પણ બીજા દેશમાં કૉલ કરતા પહેલાં એ દેશના નંબરની આગળ મૂકવી જ પડે છે. તમને જરૂર હોય તે દેશનો કોડ તમે ઓનલાઇન શોધી શકો છો.
જો યુનાઇટેડ સ્ટેટ્સના કોઈ સંપર્કનો (જે દેશનો કોડ “1” છે) વિસ્તાર કોડ “408” અને ફોન નંબર “XXX-XXXX” છે, તો તમારે +1 408 XXX XXXX લખવું પડશે.
નોંધ:
- ખાતરી કરો કે તમે આગળ લખેલો 0 કે વિશિષ્ટ કૉલિંગ કોડ દૂર કર્યો છે.
- જો તમારે કોઈ લોકલ (પોતાના દેશનો) ફોન નંબર ઉમેરવો હોય, તો તમારી એડ્રેસ બુકમાં એવી રીતે નંબર લખો જાણે કે તમે એ સંપર્કને ફોન જોડી રહ્યા હો.
- આર્જેન્ટિનાના દરેક ફોન નંબરમાં (દેશનો કોડ "54") છે પણ એ દેશના કોડ અને વિસ્તારના કોડની વચ્ચેે "9" હોવો જોઈએ. આગળના અંક "15" ને દૂર કરવો જોઈએ જેથી છેવટનો નંબર કુલ 13 આંકડાનો : +54 9 XXX XXX XXXX નો થઈ જાય.
- મેક્સિકોના ફોન નંબરમાં (દેશનો કોડ "52") છે પણ એમાં "+52" પછી "1" હોવો જોઈએ, જો એ Nextelનો નંબર હોય તો પણ.