સ્ટિકર કેવી રીતે વાપરવા

Android
iPhone

સ્ટિકર ડાઉનલોડ કરીને વાપરવા માટે:
  1. કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
  2. સ્ટિકર પેક ઉમેરવા માટે, સ્ટિકર
    > ઉમેરો
    પર દબાવો.
  3. તમારે જે સ્ટિકર પેક ડાઉનલોડ કરવું હોય તેની બાજુમાં ડાઉનલોડ કરો
    પર દબાવો. જો પૂછવામાં આવે, તો ડાઉનલોડ કરો • {ફાઇલનું કદ} પર દબાવો.
    • ડાઉનલોડ પૂરું થઈ જાય એટલે ખરાની નિશાની
      દેખાશે.
  4. સ્ટિકર પોપઅપ પર નીચે સરકાવો.
  5. તમે જે સ્ટિકરને મોકલવા માગતા હો તેને શોધો અને તેના પર દબાવો.
એક વાર તમે સ્ટિકર પર દબાવશો એટલે તે આપમેળે મોકલાઈ જશે.
વધારાના વિકલ્પો:
  • તમે તાજેતરમાં વાપરેલા સ્ટિકર જોવા માટે હમણાંનું
    પર દબાવો
  • તમારા મનપસંદ સ્ટિકર જોવા માટે મનપસંદ
    પર દબાવો.
    • કોઈ સ્ટિકરને મનપસંદ બનાવવા, તમારી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં તે સ્ટિકર પર હળવેથી દબાવો > મનપસંદમાં ઉમેરો પર દબાવો. વૈકલ્પિક રીતે, સ્ટિકર
      પર દબાવો. સ્ટિકર પર દબાવી રાખો, પછી મનપસંદમાં ઉમેરો પર દબાવો.
    • કોઈ સ્ટિકરને મનપસંદમાંથી દૂર કરવું હોય, તો તમારી વ્યક્તિગત કે ગ્રૂપ ચેટમાં તે સ્ટિકર પર હળવેથી દબાવો > મનપસંદમાંથી દૂર કરો પર દબાવો. વૈકલ્પિક રીતે, સ્ટિકર
      > મનપસંદ
      પર દબાવો. સ્ટિકર પર દબાવી રાખો, પછી મનપસંદમાંથી દૂર કરો પર દબાવો.
  • તમે ડાઉનલોડ કર્યા હોય તેવા ચોક્કસ સ્ટિકરને શોધવા માટે શોધો
    પર દબાવો. તમે લખાણ અથવા ઇમોજીનો ઉપયોગ કરીને સ્ટિકર શોધી શકો છો.
    • નોંધ: જો સ્ટિકર બનાવનારે WhatsAppની માર્ગદર્શિકા મુજબ સ્ટિકરને ટેગ ન કર્યા હોય, તો બની શકે કે WhatsAppની બહારથી તમે ડાઉનલોડ કરેલાં સ્ટિકર શોધી ન શકાય.
    • સ્ટિકર શોધવાની સુવિધા સંપૂર્ણપણે ઓફલાઇન કામ કરે છે. WhatsApp, સ્ટિકરને શોધતી વખતે તમારા સ્ટિકર શોધના વપરાશ વિશેની માહિતી કે તમારા દ્વારા વાપરવામાં આવતા મુખ્ય શબ્દોનો સંગ્રહ કરતું નથી.
  • આઇકનમાં દેખાતી ઇમોજીના આધારે સ્ટિકરને વર્ગીકૃત કરવામાં આવે છે. સ્ટિકરના પ્રકારોનો એક સેટ જોવા માટે હાર્ટ બોક્સ
    પર દબાવો.
  • તમે ડાઉનલોડ કરેલાં સ્ટિકર પેક જોવા માટે, ઉમેરો
    > મારા સ્ટિકર પર દબાવો.
    • જો તમે કોઈ ચોક્કસ સ્ટિકર પેક ડિલીટ કરવા માગતા હો, તો ડિલીટ કરો > ડિલીટ કરો પર દબાવો.
    • તમારા સ્ટિકર પેકનો ક્રમ બદલવા માટે, ફેરફાર કરો પર દબાવો. પછી, સ્ટિકર પેકની બાજુમાં આપેલા ક્રમ બદલો
      પર દબાવી રાખો અને તેને ઉપર કે નીચે ખેંચો.
  • સ્ટિકર પેક અપડેટ કરવા માટે, જ્યારે તેના પર વાદળી ટપકું દેખાય ત્યારે ઉમેરો
    પર દબાવો. બધાં સ્ટિકર ટેબમાં, સ્ટિકર પેકની બાજુમાં જેને અપડેટ કરવાની જરૂર હોય તેને અપડેટ કરો પર દબાવીને અપડેટ કરો. જો પૂછવામાં આવે, તો અપડેટ કરો • {ફાઇલનું કદ} પર દબાવો.
    • અપડેટ પૂરું થઈ જાય એટલે ખરાની નિશાની
      દેખાશે.
WhatsAppના લેટેસ્ટ વર્ઝનમાં સ્ટિકર ઉપલબ્ધ છે. જો તમને સ્ટિકર ન દેખાય, તો WhatsAppને લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવાની ખાતરી કરો.
સંબંધિત લેખ:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં