અફવાઓને ફેલાતી કેવી રીતે રોકવી

'ફોરવર્ડ કરેલો મેસેજ' લેબલ વિશે જાણકારી
“ફોરવર્ડ કરેલો મેસેજ” લેબલવાળા મેસેજ તમને એ નક્કી કરવામાં મદદ કરશે કે એ મેસેજ તમારા મિત્ર કે સગાસંબંધી દ્વારા લખાયો છે કે તે બીજા કોઈ પાસેથી આવ્યો છે. જોકે, જ્યારે મેસેજ પાંચ કે તેથી વધુ ચેટમાં સળંગ ફોરવર્ડ કરવામાં આવે, એટલે કે જેણે પહેલી વાર મેસેજ મોકલ્યો હતો ત્યાંથી ઓછામાં ઓછી પાંચ વખત તેને ફોરવર્ડ કરવામાં આવ્યો હોય, તો તેવા મેસેજ પર બે તીરની નિશાની
અને "ઘણી વાર ફોરવર્ડ કરેલો મેસેજ"નું લેબલ દર્શાવવામાં આવશે. જો તમને ખાતરી ન હોય કે ઓરિજિનલ મેસેજ કોણે લખ્યો હતો, તો મેસેજને ફોરવર્ડ કરતા પહેલાં તેની હકીકત બે વાર તપાસો. ફોરવર્ડ કરવાની મર્યાદાઓ વિશે વધુ જાણવા માટે આ લેખ જુઓ.
કોઈ પણ વાત પર તરત વિશ્વાસ ન કરી બેસો
તમને સાચી લાગતી માહિતી પર પૂરી રીતે ભરોસો ન કરો, આવી કોઈ માહિતી શેર કરતા પહેલાં તેની હકીકત બરાબર તપાસી લો. જે વાતો માનવામાં ન આવે એ મોટાભાગે ખોટી જ હોય છે.
અન્ય સ્રોતોની મદદથી હકીકત તપાસો
ખોટા સમાચારો ઝડપી ફેલાય છેે અને તમને ગેરમાર્ગે દોરવા માટે ફોટા, ઓડિયો રેકોર્ડિંગ અને વીડિયો સાથે છેડછાડ કરી શકાય છે. જો કોઈ મેસેજ ઘણી વાર શેર કરાયો હોય, તો એનો અર્થ એ નથી કે એ સાચો જ હોય. જો તમને ખોટી માહિતી મળે, તો મોકલનારને જણાવો કે તેઓએ તમને ખોટી માહિતી મોકલી છે અને તેમને શેર કરતા પહેલાં મેસેજની ખાતરી કરવા જણાવો.
કોઈ મેસેજ સાચો છે કે નહિ એ વિશે જો તમે ખાતરી કરી શકતા ન હો, તો ઓનલાઇન જઈને શોધો કે આ સમાચાર ક્યાંથી આવ્યા છે અને ભરોસાપાત્ર સમાચાર સાઇટ પર તપાસો. જ્યારે કોઈ સમાચાર એક કરતાં વધુ જગ્યાએ ચાલી રહ્યા હોય અને તે વિશ્વસનીય સ્રોતોથી આવેલા હોય, ત્યારે એ મોટાભાગે ખરા હોય છે. વધુ માહિતી માટે તમે હકીકત તપાસનારી સંસ્થાઓ અથવા તમને જેના પર વિશ્વાસ હોય તેવા લોકોની સલાહ લઈ શકો છો. ઇન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક સાથે જોડાયેલા હકીકત તપાસનારાઓની યાદી માટે આ લેખ જુઓ.
જો કોઈ સંપર્ક સતત તમને ખોટા સમાચાર કે અફવા મોકલતું હોય, તો તેઓ વિશે જાણ કરો. કોઈ મેસેજ, સંપર્ક કે ગ્રૂપ વિશે કેવી રીતે જાણ કરવી એ વિશે વધુ જાણવા માટે આ લેખ વાંચો.
અલગ દેખાતા મેસેજથી સાવધ રહો
તમને મળવાવાળા કામ વગરના મોટાભાગના મેસેજ અને લિંકમાં જોડણી કે વ્યાકરણની ભૂલો હોઈ શકે છે. અથવા તો તમને તમારી પર્સનલ માહિતી શેર કરવા માટે પૂછી શકે છે. આ પ્રકારના મેસેજને ઓળખી કાઢવા અને તેને હેન્ડલ કરવા માટે, આ લેખ વાંચો.
નોંધ: જો તમને લાગે કે તમે કે બીજું કોઈ માનસિક કે શારીરિક રીતે સંકટમાં છે, તો કૃપા કરીને તમારી સ્થાનિક કાયદા નિયામક સંસ્થાનો સંપર્ક કરો. સ્થાનિક કાયદા નિયામક સંસ્થા આ કિસ્સામાં તમને મદદ કરવાની પૂરતી ક્ષમતા ધરાવે છે.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં