ગ્રૂપ એડમિનનું સંચાલન કેવી રીતે કરવું

Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
ગ્રૂપના કોઈ પણ એડમિન ગ્રૂપના સભ્યને એડમિન બનાવી શકે છે. એક ગ્રૂપમાં અમર્યાદિત સંખ્યામાં એડમિન હોઈ શકે છે. ગ્રૂપ બનાવનારને ગ્રૂપમાંથી દૂર કરી શકાતા નથી અને એ જ્યાં સુધી ગ્રૂપ ન છોડે ત્યાં સુધી ગ્રૂપના એડમિન બન્યા રહેશે.
કોઈ સભ્યને ગ્રૂપના એડમિન બનાવવા માટે
  1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી વિકલ્પો > ગ્રૂપની માહિતી પર દબાવો.
    • બીજી રીતે, તમારી ચેટના લિસ્ટમાં ગ્રૂપ પસંદ કરો. પછી, વિકલ્પો > ગ્રૂપની માહિતી પર દબાવો.
  2. તમે જેને એડમિન બનાવવા માગતા હો એ સભ્યને પસંદ કરો.
  3. વિકલ્પો > ગ્રૂપ એડમિન બનાવો પર દબાવો.
કોઈને એડમિનમાંથી આવી રીતે કાઢો
  1. WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી વિકલ્પો > ગ્રૂપની માહિતી પર દબાવો.
    • બીજી રીતે, તમારી ચેટના લિસ્ટમાં ગ્રૂપ પસંદ કરો. પછી, વિકલ્પો > ગ્રૂપની માહિતી પર દબાવો.
  2. તમે જેને દૂર કરવા માગતા હો એ એડમિન પસંદ કરો.
  3. વિકલ્પો > એડમિનમાંથી કાઢો પર દબાવો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં