ગ્રૂપ એડમિનનું સંચાલન કેવી રીતે કરવું
Android
iPhone
KaiOS
વેબ અને ડેસ્કટોપ
Windows
ગ્રૂપમાં અમર્યાદિત સંખ્યામાં એડમિન હોઈ શકે છે અને કોઈ પણ એડમિન કોઈ પણ સભ્યને એડમિન બનાવી શકે છે. ગ્રૂપ બનાવનારને ગ્રૂપમાંથી દૂર કરી શકાતા નથી અને એ જ્યાં સુધી તેઓ ગ્રૂપ ન છોડે ત્યાં સુધી ગ્રૂપના એડમિન બન્યા રહેશે.
નોંધ: WhatsApp ગ્રૂપના વહિવટી કાર્યોમાં દખલ કરી શકતું નથી. ઉદાહરણ તરીકે, અમે કોઈને એડમિન બનાવી શકતા નથી.
કોઈ સભ્યને ગ્રૂપના એડમિન બનાવવા માટે
- WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
- વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં ગ્રૂપને ડાબી બાજુએ સરકાવો. પછી, વધુ > ગ્રૂપની માહિતી પર દબાવો.
- તમે જેને એડમિન બનાવવા માગતા હો એ સભ્ય પર દબાવો.
- ગ્રૂપ એડમિન બનાવો પર દબાવો.
એકસાથે ઘણા બધા એડમિન બનાવવા માટે
- WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
- વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં ગ્રૂપને ડાબી બાજુએ સરકાવો. પછી, વધુ > ગ્રૂપની માહિતી પર દબાવો.
- ગ્રૂપ સેટિંગ > ગ્રૂપ એડમિનમાં ફેરફાર કરો પર દબાવો.
- તમે જે સભ્યોને એડમિન બનાવવા માગતા માગતા હો તેમને પસંદ કરો.
- થઈ ગયું પર દબાવો.
કોઈને એડમિનમાંથી આવી રીતે કાઢો
- WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
- વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં ગ્રૂપને ડાબી બાજુએ સરકાવો. પછી, વધુ > ગ્રૂપની માહિતી પર દબાવો.
- તમે જે એડમિનને કાઢવા માગતા હો એના પર દબાવો.
- એડમિનમાંથી કાઢો પર દબાવો.
એકસાથે ઘણા બધા એડમિનને કાઢવા માટે
- WhatsApp ગ્રૂપ ચેટ ખોલો, પછી ગ્રૂપના નામ પર દબાવો.
- વૈકલ્પિક રીતે, ચેટ ટેબમાં ગ્રૂપને ડાબી બાજુએ સરકાવો. પછી, વધુ > ગ્રૂપની માહિતી પર દબાવો.
- ગ્રૂપ સેટિંગ > ગ્રૂપ એડમિનમાં ફેરફાર કરો પર દબાવો.
- તમે જે એડમિનને કાઢવા માગતા હો તેઓના પરથી પસંદગી હટાવો.
- થઈ ગયું પર દબાવો.