મને WhatsApp કૉલિંગમાં શા માટે મુશ્કેલી નડે છેે?

WhatsApp કૉલ કરવામાં મુશ્કેલી નડે ત્યારે, કૃપા કરીને બીજા નેટવર્ક પર જોડાઈને જુઓ (મોબાઇલ ડેટાને બદલે Wi-Fi કનેકશન, અથવા તેનાથી ઉલ્ટું). તમારા હાલના નેટવર્કની UDP (વપરાશકર્તા ડેટાગ્રામ પ્રોટોકોલ) માટે કદાચ બરાબર ગોઠવણ ન થઈ હોય, જેનાથી WhatsApp કૉલિંગ બરાબર રીતે ચાલી ન શકતું હોય.
જો તમે તમારા Wi-Fi પર જોડાયા પછી WhatsApp કૉલ મોકલી કે મેળવી શકતા ન હો, તો ખાતરી કરો કે તમારા રૂટરની સુરક્ષા સેટિંગ અને ફાયરવૉલ સંરચના કેટલીક જાતના કનેકશનને અવરોધિત ન કરતી હોય, જેથી WhatsApp કૉલિંગ બરાબર રીતે ચાલી શકે.
જો UDP કે ફાયરવૉલ સેટિંગ વિશે તમારે કંઈ પૂછવું હોય, તો કૃપા કરીને તમારા સેવા પ્રદાતા અથવા નેટવર્ક વહિવટકર્તાનો સંપર્ક કરી વધુ જાણકારી મેળવો.
તમારું બેટરી સેવર અને બ્લુટૂથ કનેકશન પણ WhatsApp કૉલમાં નડતરો ઊભાં કરી શકે છે. જો તમારું બેટરી સેવર ચાલુ કરેલું હોય અથવા બ્લુટૂથ સાથે જોડાયેલું હોય, તો કૃપા કરીને એને બંધ કરી જુઓ અને તોપણ મુશ્કેલી નડ્યા કરે તો અમને જાણ કરો.
વધુમાં, કૃપા કરીને તમારાં ડિવાઇસને સંપૂર્ણ રીતે બંધ કરીને ફરીથી ચાલુ કરી, રીસ્ટાર્ટ કરો અને ખાતરી કરો કે બીજી કોઈ ઍપ્લિકેશન તમારાં માઇક, સાંભળવા માટેના ઇયરપીસ કે કેમેરાનો ઉપયોગ કરતા ન હોય. કૃપા કરીને અમને જણાવો કે આ સમસ્યા તમને WhatsAppની જેમ બીજી એપ્લિકેશનમાં પણ આવે છે કે કેમ.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં