તમારી જૂની ચેટ કેવી રીતે રિસ્ટોર કરવી
Android
iPhone
iCloud બેકઅપ પરથી તમારી જૂની ચેટ પાછી મેળવો
- WhatsApp > સેટિંગ > ચેટ > ચેટ બેકઅપમાં જઈને ખાતરી કરો કે iCloud બેકઅપ ઉપલબ્ધ છે.
- જો તમે જોઈ શકો કે ક્યારે છેલ્લો બેકઅપ લેવાયો હતો, તો WhatsApp ડિલીટ કરીને ફરી ઇન્સ્ટૉલ કરો.
- તમારા ફોન નંબરની ખાતરી કર્યા બાદ, તમારી જૂની ચેટ પાછી મેળવવા માટે સ્ક્રીન પર બતાવાતાં સૂચનોને અનુસરો.
નોંધ:
- તમે iCloudમાં પ્રવેશ માટે જે Apple આઇડી વાપરો છો તે જ આઇડીથી તમારે સાઇન ઇન થયેલું હોવું અને iCloud Drive ચાલુ હોય એ જરૂરી છે.
- તમારા iCloud અને iPhone બન્ને પર પૂરતી જગ્યા ખાલી હોવી જરૂરી છે. તમારા બેકઅપના અસલ કદ કરતાં તમારા iCloud એકાઉન્ટ અને ફોનમાં ઓછામાં ઓછી 2.05 ગણી જગ્યા ખાલી હોવી જરૂરી છે.
- બેકઅપ અને પાછું મેળવવા માટે વપરાયેલો નંબર એક જ હોવો જરૂરી છે. તમે બીજા WhatsApp એકાઉન્ટ પરથી જૂની ચેટ પાછી મેળવી શકશો નહિ.
- કેમ કે બેકઅપ જુદા જુદા ફોન નંબર સાથે સાંકળેલા હોવાથી, એ શક્ય છે કે એકથી વધુ WhatsApp એકાઉન્ટ એના એ જ iCloud એકાઉન્ટ પર સ્ટોર કર્યા હોય.
સંબંધિત લેખો:
- કેવી રીતે iCloud પર બેકઅપ લેવો
- iCloud બેકઅપ બનાવી કે પાછો મેળવી શકાતો નથી