તમારી જૂની ચેટ કેવી રીતે રિસ્ટોર કરવી

Android
iPhone
તમારી ચેટને નવા Android ડિવાઇસ પર રિસ્ટોર કરતા પહેલાં બેકઅપ લેવામાં આવે તેની ખાતરી કરવા માટે:
 1. WhatsApp > વધુ વિકલ્પો
  > સેટિંગ > ચેટ > ચેટ બેકઅપ ખોલો.
 2. તમે તમારી ચેટનો બેકઅપ જેમાં લેવા માગો છો તે Google એકાઉન્ટ પસંદ કરો. તમે તમારા ડિવાઇસ પર લોકલ બેકઅપ પણ બનાવી શકો છો.
 3. બેકઅપ લો પર દબાવો.
 4. બેકઅપ સેવ થઈ ગયા પછી, તમે તમારા ડિવાઇસમાંથી WhatsApp દૂર કરી શકો છો અને તેને તમારા નવા Android ડિવાઇસ પર ઇન્સ્ટોલ કરી શકો છો.
Google Drive પરના બેકઅપમાંથી ડેટા રિસ્ટોર કરવા માટે
Google Drive પર તમારી જૂની ચેટની કોપિ જાળવવા માટે, તમે તમારી ચેટ માટે ઓટોમેટિક બેકઅપ સુવિધાને ચાલુ કરી શકો છો અને તેના આવર્તનને દૈનિક, સાપ્તાહિક કે માસિક તરીકે પસંદ કરી શકો છો. Google Drive પરના બેકઅપને સફળ રીતે રિસ્ટોર કરવા માટે, તમારે એ જ ફોન નંબર અને Google એકાઉન્ટ વાપરવું પડશે જે તમે બેકઅપ લેવા માટે વાપર્યું હતું.
બેકઅપ રિસ્ટોર કરવા માટે:
 1. ખાતરી કરો કે તમારું નવું Android ડિવાઇસ એ Google એકાઉન્ટ સાથે લિંક થયેલું છે જ્યાં તમારું બેકઅપ સેવ કરવામાં આવ્યું છે
 2. WhatsApp ઇન્સ્ટોલ કરો અને ખોલો, પછી તમારા નંબરની ખાતરી કરો.
 3. પૂછવામાં આવે, ત્યારે રિસ્ટોર કરો પર દબાવીને તમારી ચેટ અને મીડિયા Google Drive પરથી રિસ્ટોર કરો.
 4. રિસ્ટોર કરી લો પછી, આગળ પર દબાવો. શરૂઆતની પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે તમારી ચેટ દેખાશે.
 5. તમારી ચેટ રિસ્ટોર કર્યા બાદ, WhatsApp તમારી મીડિયા ફાઇલો રિસ્ટોર કરવા માટે આગળ વધશે.
જો તમે Google Driveમાંથી બેકઅપ લીધા વગર જ WhatsApp ઇન્સ્ટોલ કરો, તો WhatsApp તમારી લોકલ બેકઅપ ફાઇલમાંથી બેકઅપ આપમેળે રિસ્ટોર કરશે.
લોકલ બેકઅપમાંથી ડેટા રિસ્ટોર કરવા માટે
જો તમે લોકલ બેકઅપ વાપરવા માગતા હો, તો તમારે કમ્પ્યૂટર, ફાઇલ એક્સ્પ્લોરર કે SD કાર્ડ વાપરીને ફોનમાં ફાઇલો ટ્રાન્સફર કરવી પડશે.
બેકઅપ રિસ્ટોર કરવા માટે:
 1. ફાઇલ મેનેજર ઍપ ડાઉનલોડ કરો.
 2. ફાઇલ મેનેજર ઍપમાં, તમારા લોકલ સ્ટોરેજ કે sdcard > WhatsApp > ડેટાબેઝ પર જાઓ. જો તમારો ડેટા SD કાર્ડ પર સ્ટોર કરેલો નહિ હોય, તો તમને તેની જગ્યાએ "આંતરિક સંગ્રહ" કે "મુખ્ય સંગ્રહ" દેખાઈ શકે. તમારા નવા ડિવાઇસના લોકલ સ્ટોરેજના ડેટાબેઝ ફોલ્ડરમાં સૌથી તાજેતરની બેકઅપ ફાઇલની કોપિ કરો.
 3. WhatsApp ઇન્સ્ટોલ કરો અને ખોલો, પછી તમારા નંબરની ખાતરી કરો.
 4. પૂછવામાં આવે, ત્યારે રિસ્ટોર કરો પર દબાવીને તમારી ચેટ અને મીડિયા લોકલ બેકઅપ પરથી રિસ્ટોર કરો.
નોંધ:
 • તમારો ફોન છેલ્લા સાત દિવસ સુધીની લોકલ બેકઅપ ફાઇલોને સ્ટોર કરશે.
 • લોકલ બેકઅપ દરરોજ રાત્રે 2 વાગ્યે આપમેળે બની જશે અને ફાઇલના સ્વરૂપમાં તમારા ફોનમાં સેવ થશે.
 • જો તમારો ડેટા /sdcard/WhatsApp/ ફોલ્ડરમાં ન હોય, તો તમને તે "આંતરિક સંગ્રહ" કે "મુખ્ય સંગ્રહ" ફોલ્ડરોમાં દેખાઈ શકે છે.
થોડો જૂનો લોકલ બેકઅપ રિસ્ટોર કરવા માટે
જો તમે થોડો જૂનો લોકલ બેકઅપ રિસ્ટોર કરવા માગતા હો, તો તમારે નીચે જણાવ્યા પ્રમાણે કરવું પડશે:
 1. ફાઇલ મેનેજર ઍપ ડાઉનલોડ કરો.
 2. ફાઇલ મેનેજર ઍપમાં, તમારા લોકલ સ્ટોરેજ કે sdcard > WhatsApp > ડેટાબેઝ પર જાઓ. જો તમારો ડેટા SD કાર્ડ પર સ્ટોર કરેલો નહિ હોય, તો તમને તેની જગ્યાએ "આંતરિક સંગ્રહ" કે "મુખ્ય સંગ્રહ" દેખાઈ શકે.
 3. તમે રિસ્ટોર કરવા માગો છો તે બેકઅપ ફાઇલનું નામ msgstore-YYYY-MM-DD.1.db.crypt12 પરથી msgstore.db.crypt12 બદલો. એવું બની શકે કે પહેલાંનો બેકઅપ પહેલાંના પ્રોટોકોલ જેવા કે crypt9 કે crypt10 પર હોય. crypt એક્સટેન્શનનો નંબર બદલશો નહિ.
 4. WhatsAppને અનઇન્સ્ટોલ કરીને ફરી ઇન્સ્ટોલ કરો.
 5. જયારે પૂછવામાં આવે ત્યારે રિસ્ટોર કરો પર દબાવો.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં