શુભેચ્છા મેસેજ કેવી રીતે વાપરવા

શુભેચ્છા મેસેજ એક એવો મેસેજ છે કે જ્યારે ગ્રાહક તમને પહેલી વાર મેસેજ કરે અથવા જ્યારે પણ તેઓ તમને 14 દિવસ પછી મેસેજ કરે, ત્યારે તેમને આપમેળે મોકલવામાં આવે છે, એમાં ફેરફાર પણ કરી શકાય છે. તમારા ગ્રાહકોને વાતચીતમાં આપમેળે જોડી રાખવા માટે, શુભેચ્છા મેસેજ ચાલુ કરો.
બિઝનેસ ટિપ: તમારા ગ્રાહકોને વાતચીતમાં સામેલ કરવા અને તેમનું સ્વાગત કરવા માટે શુભેચ્છા મેસેજ સેટ કરો, જેમ કે “કેમ છો! હું તમારી કેવી રીતે મદદ કરી શકું?” આનાથી ગ્રાહક સંતોષમાં વધારો થાય છે.
શુભેચ્છા મેસેજ સેટ કરવા માટે
 1. WhatsApp Business ઍપ ખોલો.
 2. વધુ વિકલ્પો
  > બિઝનેસ ટૂલ > શુભેચ્છા મેસેજ પર દબાવો.
 3. શુભેચ્છા મેસેજ મોકલો ચાલુ કરો.
 4. તમારા શુભેચ્છા મેસેજમાં ફેરફાર કરવા માટે શુભેચ્છા મેસેજ પર દબાવો, ત્યાર પછી ઓકે પર દબાવો.
 5. મેસેજ મેળવનાર પર દબાવો અને નીચેનામાંથી એક વિકલ્પ પસંદ કરો:
  • બધા: પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે બધાને શુભેચ્છા મેસેજ મોકલવામાં આવે.
  • એડ્રેસ બુક સિવાયના બધા: પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે તમારી એડ્રેસ બુક સિવાયના બધા ગ્રાહકોને શુભેચ્છા મેસેજ મોકલવામાં આવે.
  • આમના સિવાય બધા...: પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે તમે પસંદ કરો તે સિવાયના બધા ગ્રાહકોને શુભેચ્છા મેસેજ મોકલવામાં આવે.
  • માત્ર આમને જ મોકલો…: પસંદ કરો જો તમે ઇચ્છતા હો કે તમે પસંદ કરો માત્ર તે ગ્રાહકોને જ શુભેચ્છા મેસેજ મોકલવામાં આવે.
 6. સેવ કરો પર દબાવો.
નોંધ: શુભેચ્છા મેસેજ મોકલવા માટે તમારા ડિવાઇસમાં એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
શું આ મદદરૂપ હતું?
હા
નહીં