WhatsApp પર આપમેળે કે એક સામટા જથ્થાબંધ મોકલાતા મેસેજની સુવિધાના બિનસત્તાવાર ઉપયોગ વિશે

WhatsApp એ મેસેજ માટેનું એક પ્રાઇવેટ માધ્યમ છે, જેને મૂળ રીતે લોકોને પોતાના મિત્રો અને સગાંવહાલાંઓનેે મેસેજ કરવામાં મદદ મળી રહે તે હેતુથી બનાવવામાં આવ્યું હતું. સમય જતાં અમે જોયું છે કે લોકો બિઝનેસ સાથે મેસેજિંગને કેવી રીતે મહત્ત્વ આપે છે અને તેથી ગ્રાહકો સાથેની વાતચીતોનું સંચાલન કરવામાં કંપનીઓને મદદ મળી રહે એવા હેતુથી અમે બે ટૂલ બનાવ્યાં છે– WhatsApp Business ઍપ અને WhatsApp Business પ્લેટફોર્મ. અમારી પ્રોડક્ટ એક સામટા જથ્થાબંધ કે આપમેળે મેસેજ મોકલવા માટે નથી બનાવવામાં આવી, અને આ બન્ને રીતોને હંમેશાંથી અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
અમે અમારાં પ્લેટફોર્મનું ખાનગીપણું જાળવી રાખવા અને વપરાશકર્તાઓને દુરુપયોગ સામે સુરક્ષિત રાખવા પ્રતિબદ્ધ છીએ. અમે દુરુપયોગ કરતા એકાઉન્ટને શોધીને તેને પ્રતિબંધિત કરવાની અમારી પ્લેટફોર્મ પરની ક્ષમતાનો હમણાં જ આ શ્વેતપત્રમાં વિગતવાર ઉલ્લેખ કર્યો છે. અમે જાણીએ છીએ કે અમુક કંપનીઓ અમારી મશીન લર્નિંગ સિસ્ટમ કે જેને અમે સુધારવા માટે અથાગ પ્રયત્ન કરીએ છીએ, તેને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન કરતી હોય છે. WhatsApp પ્લેટફોર્મ પર ઉપલબ્ધ માહિતીનો ઉપયોગ કરીને અમે દુરુપયોગ કરતા એકાઉન્ટ વિશે જાણકારી મેળવી છે અને આવાં લાખો એકાઉન્ટને અમે અમારી સેવાનો ઉપયોગ કરવાથી રોક્યાં છે.
આ પડકારને પહોંચી વળવા માટે બહોળો અભિગમ અપનાવવો જરૂરી છે અને WhatsApp તેની વિવેકબુદ્ધિ પ્રમાણે દુરુપયોગને અટકાવવાનાં પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરીને કરાતા દુરુપયોગ, જેવા કે આપમેળે કે એક સામટા જથ્થાબંધ મેસેજ મોકલવા અથવા બિન-વ્યક્તિગત ઉપયોગને રોકવા માટેની કાનૂની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે ટેક્નોલોજીના માધ્યમથી શરતોના પાલનની ફરજ પાડવા ઉપરાંત, અમે પ્લેટફોર્મ પરથી મળેલા પુરાવાઓના આધારે આવો દુરુપયોગ કરતા વ્યક્તિઓ અથવા કંપનીઓ પર પણ કાનૂની કાર્યવાહી કરીએ છીએ. WhatsApp આવા સંજોગોમાં કાનૂની કાર્યવાહી ચાલુ રાખવાનો પોતાનો અધિકાર સુરક્ષિત રાખે છે.
વધુમાં, 7 ડિસેમ્બર, 2019ના રોજથી, WhatsApp એવા વ્યક્તિઓ કે કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી કરશે જેઓ અમને લાગશે કે દુરુપયોગમાં સંકળાયેલા છે અથવા બીજાઓને દુરુપયોગમાં મદદ કરે છે, જેના લીધે અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન થાય છે, પછી ભલે તે માહિતી અમારા પ્લેટફોર્મ સિવાયના સ્રોતથી માત્ર અમારી પાસે ઉપલબ્ધ હોય, જેમ કે આપમેળે કે એક સામટા જથ્થાબંધ મોકલાતા મેસેજ અથવા બિનવ્યક્તિગત ઉપયોગ. દાખલા તરીકે, પ્લેટફોર્મ સિવાયના સ્રોતોથી મળતી માહિતીમાં કંપનીઓએ WhatsApp વપરાશની રીતોના જાહેરમાં કરેલા એવા દાવાઓનો સમાવેશ થાય છે જે અમારી શરતોનું ઉલ્લંઘન કરે છે. આને એક નોટિસ ગણવી અને ધ્યાને લેવું કે અમે અહીં જણાવેલા સંજોગોમાં દુરુપયોગમાં સંકળાયેલી કંપનીઓ સામે કાનૂની કાર્યવાહી કરીશું. એવી કંપનીઓ જેમની સામે અમારી પાસે માત્ર પ્લેટફોર્મ સિવાયના સ્ત્રોત પરથી મળેલા દુરુપયોગના પુરાવાઓ છે અને 7 ડિસેમ્બર, 2019 પછી પણ જો આવો દુરુપયોગ ચાલુ રાખે છેે અથવા જો આવી કંપનીઓ આ તારીખ પહેલાં પ્લેટફોર્મ પરથી મળેલા દુરુપયોગના પુરાવાઓ સાથે સંકળાયેલી છે.
આ જાહેર નિવેદનમાં એવું કંઈ નથી જે ટેક્નોલોજી વાપરીને પોતાની શરતોના પાલનની ફરજ પાડવા માટેના WhatsAppના અધિકારને મર્યાદિત કરે, જેમ કે મશીન લર્નિંગનાં વર્ગીકરણોના આધારે એકાઉન્ટને પ્રતિબંધિત કરવાનો અધિકાર અને WhatsApp પોતાના આવા અધિકારનો ઉપયોગ ચાલુ રાખશે.
અમે બિઝનેસને પોતાના ગ્રાહકો સાથે વાતચીતમાં મદદ મળી રહે તે માટે સુવિધાઓ પૂરી પાડવાનું ચાલુ રાખીશું. આ ક્ષમતાઓ વિશે વધુ જાણવા માટે, WhatsApp Business ઍપ અને WhatsApp Business પ્લેટફોર્મ પેજની મુલાકાત લો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં