ચેટ કરવા માટે ક્લિક કરોની સુવિધા કેવી રીતે વાપરવી
WhatsAppની ચેટ કરવા માટે ક્લિક કરો સુવિધા, તમારા ફોનની એડ્રેસ બુકમાં કોઈનો ફોન નંબર સેવ કર્યા વગર તેની સાથે વાત શરૂ કરવાની સગવડ આપે છે. જ્યાં સુધી તમે આ વ્યક્તિનો ફોન નંબર જાણતા હો અને તેમની પાસે એક્ટિવ WhatsApp એકાઉન્ટ હોય, ત્યાં સુધી તમે એક લિંક બનાવી શકો છો જે તમને તે વ્યક્તિ સાથે ચેટ શરૂ કરવા દેશે. આ લિંક પર ક્લિક કરવાથી, તે વ્યક્તિ સાથેની ચેટ આપમેળે ખૂલશે. ચેટ કરવા માટે ક્લિક કરો સુવિધા તમારા ફોન અને WhatsApp વેબ બન્ને પર ચાલે છે.
તમારી પોતાની લિંક બનાવવા વિશે
https://wa.me/<number>
નો ઉપયોગ કરો જેમાં <number>
એ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં આખો ફોન નંબર છે. આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ફોન નંબર ઉમેરતી વખતે કોઈ પણ શૂન્ય, કૌંસ કે ડેશ લખશો નહિ.
ઉદાહરણો:
આનો ઉપયોગ કરો:
https://wa.me/1XXXXXXXXXX
આનો ઉપયોગ કરશો નહિ:
https://wa.me/+001-(XXX)XXXXXXX
પહેલેથી ભરેલા મેસેજના ઉપયોગથી તમારી પોતાની લિંક બનાવવા વિશે
પહેલેથી ભરેલો મેસેજ ચેટ લખવાની જગ્યામાં આપમેળે દેખાશે.
https://wa.me/whatsappphonenumber/?text=urlencodedtext
નો ઉપયોગ કરો કે જેમાં whatsappphonenumber
એ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં આખો નંબર છે અને urlencodedtext
એ URL દ્વારા એન્કોડ કરેલો પહેલેથી ભરેલો મેસેજ છે.
ઉદાહરણ:
https://wa.me/1XXXXXXXXXX?text=I'm%20interested%20in%20your%20car%20for%20sale
ફક્ત પહેલેથી ભરેલા મેસેજથી લિંક બનાવવા માટે,
https://wa.me/?text=urlencodedtext
નો ઉપયોગ કરો
ઉદાહરણ:
https://wa.me/?text=I'm%20inquiring%20about%20the%20apartment%20listing
લિંક પર ક્લિક કર્યા પછી, તમે જેમને મેસેજ મોકલી શકો એવા સંપર્કોનું એક લિસ્ટ તમને બતાવવામાં આવશે.
WhatsApp બટન પર ચેટ વાપરવા વિશે
WhatsApp બટન પર બ્રાંડવાળી ચેટ બ્રાંડ માર્ગદર્શિકાઓનું પાલન કરે છે. આ માર્ગદર્શિકાઓનું પાલન કરવાથી આ બટન ઓળખી શકાય તેવું બનશે અને તમારી સાથે વાતચીત કરવા માગતા સંભવિત ગ્રાહકો દ્વારા તેના પર વિશ્વાસ કરવામાં આવશે. WhatsApp બટન પર ચેટ લીલા અને સફેદ રંગમાં અને ત્રણ અલગ કદમાં ઉપલબ્ધ છે: નાના, મધ્યમ અને મોટા.
નીચે WhatsApp બટન પર સત્તાવાર ચેટ કેવી દેખાય છે, તેના બે ઉદાહરણ આપ્યા છે:


નોંધ: હાલમાં WhatsApp બટન પરની ચેટ માત્ર અંગ્રેજીમાં ઉપલબ્ધ છે.
WhatsApp બટન પર ચેટનો ઉપયોગ કરીને ગ્રાહકોને જકડી રાખવા માટે, આ શ્રેષ્ઠ રીતોનું પાલન કરો:
- બટન જેમ છે તેમ તેનો ઉપયોગ કરો. બટન બદલશો નહિ.
- બટનના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરો. તમે બટનની ડિઝાઇન અહીં ડાઉનલોડ કરી શકો છો.
- એ ખાતરી કરો કે બટનને જોઈ શકાય છે અને સરળતાથી વાંચી શકાય છે.
તમે WhatsApp બટન પર તે ચેટનો ઘણી જગ્યાઓએ ઉપયોગ કરી શકો છો, જેમ કે:
- ડેસ્કટોપ બ્રાઉઝર પર લેન્ડિંગ પેજ
- સંપર્કના પેજ
- મોબાઇલ ઍપ
- તમારી વેબસાઇટનું મોબાઇલ વર્ઝન
- થર્ડ પાર્ટી ડેવલપરના ટેમ્પ્લેટ
HTML કોડના ઉદાહરણ
- SVG ફોટો એમ્બેડ કરવા માટે:
- PNG ફોટો એમ્બેડ કરવા માટે:
<a aria-label="Chat on WhatsApp" href="https://wa.me/1XXXXXXXXXX"><img alt="Chat on WhatsApp" src="WhatsAppButtonGreenLarge.svg" /><a />
<a aria-label="Chat on WhatsApp" href="https://wa.me/1XXXXXXXXXX"><img alt="Chat on WhatsApp" src="WhatsAppButtonGreenLarge.png" /><a />
સંબંધિત લેખો: