લિંક કરેલાં ડિવાઇસ વિશેની જાણકારી

વેબ, ડેસ્કટોપ અને અન્ય ડિવાઇસ પર WhatsAppને તમારા ફોન સાથે લિંક કરીને વાપરો. તમે એક સાથે ચાર લિંક કરેલા ડિવાઇસ અને એક ફોન વાપરી શકો છો.
તમારા પર્સનલ મેસેજ, મીડિયા અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે. દરેક લિંક થયેલા ડિવાઇસ WhatsApp સાથે સ્વતંત્ર રીતે કનેક્ટ થાય છે જ્યારે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે પ્રાઇવસી અને સુરક્ષાના સમાન સ્તરને જાળવી રાખવામાં આવશે જેની અપેક્ષાથી લોકો WhatsApp વાપરે છે.
આ લેખમાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વિશે વધુ જાણો. અમે તમારો ડેટા કેવી રીતે એકત્ર કરીએ છીએ, તેના પર પ્રક્રિયા કરીએ છીએ અને શેર કરીએ છીએ તેની માહિતી મેળવવા માટે, WhatsAppની પ્રાઇવસી પોલિસી જુઓ.
નોંધ:
  • લિંક કરેલા ડિવાઇસ પર WhatsApp વાપરવા માટે તમારા ફોનને ઓનલાઇન રહેવાની જરૂર નથી, પરંતુ જો તમે 14 દિવસથી વધુ સમય સુધી તમારા ફોનનો ઉપયોગ નહિ કરો, તો તમારા લિંક કરેલા ડિવાઇસ લોગ આઉટ થઈ જશે.
  • તમારું WhatsApp એકાઉન્ટ રજિસ્ટર કરવા અને નવા ડિવાઇસને લિંક કરવા માટે તમારે તમારા ફોનની જરૂર પડશે.
એકથી વધુ ડિવાઇસ માટેના બીટા પ્રોગ્રામમાં સપોર્ટ નહિ કરાતી સુવિધાઓ
આ સુવિધાઓ હાલમાં સપોર્ટ કરાતી નથી:
  • જો તમારું પ્રાથમિક ડિવાઇસ iPhone છે, તો લિંક કરેલાં ડિવાઇસ પરથી ચેટ ખાલી કરવી અથવા ડિલીટ કરવી.
  • કોઈ એવા વપરાશકર્તાને મેસેજ કે કૉલ કરવો જે WhatsAppનું ખૂબ જૂનું વર્ઝન વાપરી રહ્યા હોય.
  • લિંક કરેલાં ડિવાઇસ પર લાઇવ લોકેશન જોવું.
  • લિંક કરેલાં ડિવાઇસ પર બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવવા અને જોવા.
  • WhatsApp વેબ પરથી લિંક પ્રિવ્યૂ સાથે મેસેજ મોકલવા.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં