એક વાર જોઈ શકાય તેવું મીડિયા કેવી રીતે મોકલવું અને ખોલવું

Android
iPhone
KaiOS
તમે કોઈ એવો ફોટો કે વીડિયો મોકલી શકો છો જે મેસેજ મેળવનાર દ્વારા તેને ખોલવા પર અને મીડિયા વ્યૂઅરમાંથી બહાર નીકળી જવા પર WhatsAppમાં દેખાશે નહિ. એક વાર તેઓ મીડિયા વ્યૂઅરમાંથી બહાર નીકળી જાય એટલે, મીડિયા તે ચેટમાં દેખાશે નહિ અને તેઓ તેને ફરીથી જોઈ શકશે નહિ. એક વાર જોઈ શકાય એવા ફોટા અને વીડિયો મેસેજ મેળવનારના ફોટા કે ગેલેરીમાં સેવ થશે નહિ અને તે તેમને ફોરવર્ડ કરી શકશે નહિ.
એક વાર જોઈ શકાય એવું મીડિયા આમ મોકલો
 1. કોઈ વ્યક્તિગત કે ગ્રૂપ ચેટ ખોલો.
 2. ફોટો કે વીડિયો લેવા માટે કેમેરા
  પર દબાવો અથવા તો તમારા આલ્બમમાંથી તેને પસંદ કરો. નહિતર પછી, જોડો
  પર દબાવો, પછી:
  • તમારા કેમેરાથી નવો ફોટો કે વીડિયો લેવા માટે કેમેરા પર દબાવો. WhatsApp પર 16 MB સુધીનો વીડિયો જ રેકોર્ડ કરી શકાય છે.
  • તમારા iPhoneના ફોટા કે આલ્બમમાંથી ફોટો કે વીડિયો પસંદ કરવા ફોટો એન્ડ વીડિયો લાઇબ્રેરી પર દબાવો
 3. 1
  પર દબાવો.
 4. મોકલો
  પર દબાવો.
મેસેજ મેળવનાર જેવો ફોટો કે વીડિયો જોઈ લેશે, એવું તરત તમને ખોલ્યો લખેલું જોવા મળશે.
નોંધ: મીડિયા મોકલવા માટે, તમારે iPhone સેટિંગ > પ્રાઇવસીમાં WhatsAppને તમારા iPhoneના ફોટા અને કેમેરામાં પ્રવેશની પરવાનગી આપવી પડશે.
એક વાર જોઈ શકાય એવું મીડિયા ખોલવા માટે
 1. જે મેસેજ પર 1
  લખેલું આવે તેના પર દબાવો.
 2. ફોટો કે વીડિયો જુઓ.
 3. મીડિયા વ્યૂઅરથી બહાર નીકળવા માટે પાછળ
  વિકલ્પ પર દબાવો કે તેને સરકાવો.
તમે જે મીડિયા જોઈ લીધું હશે તેના માટે તમને ચેટમાં ખોલ્યો લખેલું જોવા મળશે. એક વાર તમે મીડિયા વ્યૂઅરથી બહાર નીકળી જાઓ, એટલે તમે WhatsApp પર મીડિયાને ફરીથી જોઈ કે તેની જાણ કરી શકશો નહિ અને તે તમારા કેમેરા રોલમાં પણ સેવ થશે નહિ.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં