બિઝનેસ મેસેજ માટે પ્રાઇવસી અને સુરક્ષા

બિઝનેસ મેસેજિંગ
દરેક WhatsApp મેસેજ સરખાં સાંકેતિક કોડ દ્વારા સુરક્ષિત છે જે તમારા ડિવાઇસ પરથી મોકલતા પહેલાં જ મેસેજને સુરક્ષિત કરી દે છે. બિઝનેસ એકાઉન્ટને મેસેજ મોકલો, ત્યારે તમારો મેસેજ સુરક્ષિત રીતે બિઝનેસ દ્વારા પસંદ કરવામાં આવેલી નિર્ધારિત જગ્યાએ પહોંચાડવામાં આવે છે.
WhatsApp એવા બિઝનેસ સાથેની ચેટને ધ્યાનમાં લે છે કે જેઓ WhatsApp Business ઍપ્લિકેશનનો ઉપયોગ કરે છે અથવા ગ્રાહકોના મેસેજને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રાખવા પોતે જ તેનું સંચાલન અને સંગ્રહ કરે છે. એક વાર મેસેજ મળી જાય પછી, તે જે તે બિઝનેસની પોતાની પ્રાઇવસી પોલિસીને આધીન રહેશે. બિઝનેસ તેમને મળતા મેસેજને આગળ વધારવા અને તેનો જવાબ આપવા માટે ઘણાં કર્મચારીઓ કે અન્ય વેન્ડરને નિયુક્ત કરી શકે છે.
અમુક બિઝનેસ1 સુરક્ષિત રીતે મેસેજનો સંગ્રહ કરવા અને ગ્રાહકોને જવાબ આપવા માટે WhatsAppની પેરેન્ટ કંપની Metaનો ઉપયોગ કરવાનું પસંદ કરી શકશે. જોકે, Facebook ન તો કોઈના પર્સનલ Facebook એકાઉન્ટમાં બિઝનેસ સાથેના તમારા મેસેજ બતાવશે કે ન તો તમને દેખાતી જાહેરાતો માટે તમારી મેસેજની માહિતીનો આપમેળે ઉપયોગ કરશે, બિઝનેસ તેમના પોતાના માર્કેટિંગ હેતુઓ માટે તેમને મળતી ચેટનો ઉપયોગ કરી શકશે, જેમાં Meta પર જાહેરાતનો સમાવેશ હોઈ શકે છે. કોઈ બિઝનેસની પ્રાઇવસીની રીતો વિશે વધુ જાણવા માટે તમે કોઈ પણ સમયે તેમનો સંપર્ક કરી શકો છો.
નોંધ: વપરાશકર્તાને ફેરફાર બતાવ્યા વિના એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત ચેટની સુરક્ષાની સ્થિતિ બદલી શકાતી નથી. કઈ ચેટ શરૂથી અંત સુધી સુરક્ષિત છે તે વિશે વધુ માહિતી માટે અમારું શ્વેતપત્ર વાંચો.
બધું તમારા નિયંત્રણમાં છે
તમારા મેસેજ સાથે શું થાય છે તેની જાણ તમને થાય તે WhatsApp સુનિશ્ચિત કરવા ઇચ્છે છે. જો તમે કોઈ વ્યક્તિ કે બિઝનેસના મેસેજ મેળવવા માગતા ન હો, તો તમે સીધા જ ચેટમાંથી તેમની સાથે સંપર્ક તોડી શકો છો અથવા તમારી સંપર્ક યાદીમાંથી તેમને ડિલીટ કરી શકો છો. અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે તમારા મેસેજનું સંચાલન કેવી રીતે થાય છે તે તમે સમજો અને તમારી પાસે તમને અનુકૂળ યોગ્ય નિર્ણય લેવાનો વિકલ્પ રહે.
1 2021માં.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં