તમારા એકાઉન્ટની માહિતીની વિનંતી કેવી રીતે કરવી

એકાઉન્ટની માહિતીની વિનંતી સુવિધા તમને તમારા WhatsApp એકાઉન્ટની માહિતી અને સેટિંગના રિપોર્ટ મેળવવા માટે વિનંતી સબમિટ કરવા અને એને બીજા ડિવાઇસમાં લઈ જવાની સગવડ આપે છે. રિપોર્ટમાં તમારા મેસેજ સામેલ હશે નહિ. જો તમે ઍપ સિવાય બીજે ક્યાંય તમારા મેસેજ જોવા માગો છો, તો તમે આના બદલે તમારી જૂની ચેટ એક્સપોર્ટ કરી શકો છો.
કૃપા કરીને નોંધ લેશો કે, આ સુવિધા WhatsApp વેબ અને ડેસ્કટોપ પર ઉપલબ્ધ નથી.
રિપોર્ટની વિનંતી કરવા માટે
  1. WhatsApp સેટિંગ > એકાઉન્ટ > એકાઉન્ટની માહિતીની વિનંતી કરો પર જાઓ.
  2. રિપોર્ટની વિનંતી કરો પર દબાવો. આ સ્ક્રીનનું સ્ટેટસ વિનંતી મોકલી થઈ જશે.
વિનંતી કર્યાની તારીખથી સામાન્ય રીતે ત્રણ દિવસોમાં તમારો રિપોર્ટ ઉપલબ્ધ થશે. તમારા રિપોર્ટની રાહ જોઈ રહ્યા હો ત્યારે સુધી તૈયાર થવાની તારીખનો સંદર્ભ લઈ શકો છો.
નોંધ:
  • એક વખત રિપોર્ટની વિનંતી કર્યા પછી, તમે તમારા રિપોર્ટની તૈયાર થઈ રહેલી વિનંતીનો ફેરફાર રદ કે કેન્સલ કરી શકશો નહિ.
  • જો તમે તમારો ફોન નંબર બદલો અથવા તમારું એકાઉન્ટ ડિલીટ કરો, તો તમારી તૈયાર થઈ રહેલી વિનંતી રદબાતલ કરવામાં આવશે અને તમારે બીજી વાર રિપોર્ટની વિનંતી કરવી પડશે.
રિપોર્ટ ડાઉનલોડ કરવા અને એક્સપોર્ટ કરવા માટે
જ્યારે રિપોર્ટ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે, ત્યારે તમને તમારા ફોન પર “તમારા એકાઉન્ટની માહિતી ડાઉનલોડ કરવા માટે તૈયાર છે” એમ જણાવતું એક WhatsApp નોટિફિકેશન મળશે. WhatsAppમાં એકાઉન્ટની માહિતીની વિનંતી કરો સ્ક્રીન તમને જણાવશે કે અમારા સર્વરમાંથી ડિલીટ કરવામાં આવે તે પહેલાં, તે રિપોર્ટને ડાઉનલોડ કરવા માટે તમારી પાસે આશરે થોડાંક અઠવાડિયાનો સમય છે. આ રિપોર્ટમાં તમારી માહિતી હોવાને કારણે, બીજી કોઈ પણ સેવાઓમાં તેનો સંગ્રહ કરો, મોકલો કે અપલોડ કરો ત્યારે તમારે સાવચેત રહેવું જરૂરી છે.
  1. WhatsApp સેટિંગ > એકાઉન્ટ > એકાઉન્ટની માહિતીની વિનંતી કરો પર જાઓ.
  2. રિપોર્ટ ડાઉનલોડ કરો પર દબાવો. તમારા ફોન પર એક ઝિપ ફાઇલ ડાઉનલોડ કરવામાં આવશે, જેમાં HTML અને JSON ફાઇલોનો સમાવેશ હશે.
  3. એક વાર ફાઇલ ડાઉનલોડ થઈ જાય, પછી રિપોર્ટ એક્સપોર્ટ કરો > એક્સપોર્ટ કરો અથવા રિપોર્ટ એક્સપોર્ટ કરો પર દબાવો. તમે WhatsAppની અંદર તે ડાઉનલોડ કરેલો રિપોર્ટ જોઈ શકશો નહિ.
  4. શેર કરવાની ટ્રેમાં દેખાતી એ ઍપ પર દબાવો, જેમાં તમે તમારો રિપોર્ટ એક્સ્પોર્ટ કરવા માગો છો. ઉદાહરણ તરીકે, તમે પોતાને તે રિપોર્ટની નકલ ઇમેઇલ કરી શકો છો.
તમે તમારા ફોન પર રિપોર્ટ ડાઉનલોડ કરી લો તે પછી, તમારી પાસે એકાઉન્ટની માહિતીની વિનંતી કરો સ્ક્રીન પર રિપોર્ટ ડિલીટ કરો > ડિલીટ કરો અથવા રિપોર્ટ ડિલીટ કરો દબાવીને તમારા ફોન પરથી ડાઉનલોડ કરેલા રિપોર્ટની નકલ કાયમીરૂપે ડિલીટ કરવાનો વિકલ્પ હશે. એ રિપોર્ટને ડિલીટ કરવાથી તમારા એકાઉન્ટનો કોઈ પણ ડેટા ડિલીટ નહિ થાય.
સંબંધિત લેખો:
  • KaiOS પર તમારા એકાઉન્ટની માહિતીની વિનંતી કેવી રીતે કરવી
  • Android | iPhone પર તમારી જૂની ચેટ કેવી રીતે એક્સપોર્ટ કરવી
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં