કાર્ટ વાપરીને ઓર્ડર કેવી રીતે કરવો

Android
iPhone
જ્યારે તમે WhatsApp પર કોઈ બિઝનેસનું કેટલોગ જોઈ રહ્યા હો, ત્યારે વાતચીત શરૂ કરવા માટે બિઝનેસને મેસેજ કરો બટન વાપરો અથવા ઓર્ડરની પ્રક્રિયા શરૂ કરવા માટે કાર્ટમાં ઉમેરો બટન વાપરો.
કાર્ટમાં પ્રોડક્ટ ઉમેરવા માટે
 1. WhatsApp ખોલો.
 2. બિઝનેસ સાથેની તમારી ચેટ કે તેમની બિઝનેસ પ્રોફાઇલ પર જાઓ.
 3. બિઝનેસના કેટલોગમાં પ્રવેશ મેળવવા માટે બિઝનેસના નામની બાજુમાં શોપિંગ બટન
  પર દબાવો.
 4. પ્રોડક્ટ બ્રાઉઝ કરો.
 5. તમારા કાર્ટમાં વસ્તુ ઉમેરવા માટે તે વસ્તુની બાજુમાં
  પર દબાવો. તમે પ્રોડક્ટની વિગતોનું પેજ ખોલવા માટે વસ્તુ પર દબાવી પણ શકો છો. પછી, કાર્ટમાં ઉમેરો પર દબાવો.
  • તમારા કાર્ટમાં તે વસ્તુની સંખ્યા નક્કી કરવા માટે
   કે
   પર દબાવો.
નોંધ: પ્રોડક્ટ વિશે પૂછવા માટે તમે બિઝનેસને મેસેજ કરો પર પણ દબાવી શકો છો. એકથી વધુ વસ્તુઓ વિશે પૂછવા માટે, તે બધી વસ્તુઓને તમારા કાર્ટમાં ઉમેરીને એક જ મેસેજમાં તમારા પ્રશ્નો મોકલો. વેચનાર મંજૂર કરે તે પહેલાં ઓર્ડર ફાઇનલ ગણાતો નથી.
તમારા કાર્ટમાં ફેરફાર કરવા માટે
 1. તમારા કાર્ટમાં ઉમેરેલી વસ્તુઓ જોવા માટે કેટલોગ મેનૂમાંથી અથવા બિઝનેસ સાથેના તમારા મેસેજમાં કાર્ટ જુઓ અથવા
  પર દબાવો.
 2. બીજી વધુ પ્રોડક્ટ ઉમેરવા કેટલોગમાં પાછા ફરવા માટે વધુ ઉમેરો પર દબાવો.
 3. તમારા કાર્ટમાં કોઈ ચોક્કસ વસ્તુઓની સંખ્યા નક્કી કરવા માટે
  કે
  પર દબાવો.
ઓર્ડર કરવા માટે
 1. તમે તમારું કાર્ટ અપડેટ કરી લો, એટલે બિઝનેસને મોકલો પર દબાવો.
 2. એક વાર મોકલ્યા પછી, તમે વેચનાર સાથે તમારી ચેટ વિંડોમાં મોકલેલું કાર્ટ જુઓ બટન પર દબાવીને તમારા ઓર્ડરની વિગતો જોઈ શકો છો.
સંબંધિત લેખો:
 • કાર્ટ વિશે
 • iPhone પર કાર્ટ વાપરીને ઓર્ડર કેવી રીતે કરવો
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં