એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાવા વિશે જાણકારી


જો તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો હોય, તો જ્યારે તમે WhatsApp ખોલશો ત્યારે તમને નીચેનો મેસેજ દેખાશે: "આ એકાઉન્ટને WhatsApp વાપરવાની પરવાનગી નથી."
જો અમને લાગે કે એકાઉન્ટની પ્રવૃત્તિ અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરે છે, તો અમે તે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકીએ છીએ, ઉદાહરણ તરીકે જો તેમાં સ્પામ, ઠગાઈ સામેલ હોય અથવા તે WhatsApp વપરાશકર્તાઓની સુરક્ષાને જોખમમાં મૂકતી હોય.
જો તમને લાગે કે તમારા એકાઉન્ટ પર ભૂલથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તો કૃપા કરીને અમને ઇમેઇલ મોકલો પર અથવા ઍપ પરથી રિવ્યૂની વિનંતી કરો પર દબાવો અને અમે તમારા કેસની તપાસ કરીશું. અમે તેનો રિવ્યૂ પૂર્ણ કરીને તરત જ તમારો સંપર્ક કરીશું.
જ્યારે તમે ઍપ પર રિવ્યૂની વિનંતી કરો, ત્યારે તમને SMS દ્વારા મોકલવામાં આવેલો 6-અંકોનો નોંધણી કોડ નાખવા માટે કહેવામાં આવશે. એક વાર તમે તે કોડ નાખી લો પછી, તમે રિવ્યૂ માટે તમારી વિનંતી સબમિટ કરી શકશો અને તમારા કેસને સપોર્ટ કરવા માટેની વિગતો ઉમેરી શકશો.
WhatsAppના યોગ્ય ઉપયોગ અને અમારી સેવાની શરતોનો ઉલ્લંઘન કરતી એક્ટિવિટી વિશે વધુ જાણવા માટે અમે અમારી સેવાની શરતોમાં “અમારી સેવાઓના સ્વીકાર્ય ઉપયોગ” વિભાગને ધ્યાનપૂર્વક રિવ્યૂ કરવાની ભલામણ કરીએ છીએ.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં