તમારા મેસેજનું લખાણ અલગ અલગ પ્રકારે કેવી રીતે લખવું
WhatsApp તમને મેસેજનું લખાણ અલગ અલગ પ્રકારે લખવા દે છે. કૃપા કરીને નોંધ લેશો કે આ સુવિધાને બંધ કરવાનો કોઈ વિકલ્પ નથી.
ત્રાંસા અક્ષર (ઇટાલિક્સ)
તમારા મેસેજને ત્રાંસા અક્ષરોથી લખવા માટે, લખાણની બન્ને બાજુએ અંડરસ્કોર મૂકો:
_લખાણ_
ઘાટા અક્ષર (બોલ્ડ)
તમારો મેસેજ ઘાટા અક્ષરોથી લખવા માટે, લખાણની બન્ને બાજુએ ફૂદડી મૂકો:
*લખાણ*
ચેકો (સ્ટ્રાઇકથ્રૂ)
અક્ષરો પર ચેકો મૂકવા માટે, લખાણની બન્ને બાજુએ ઝૂલતો ડેશ (ટિલ્ડ) મૂકો:
~લખાણ~
એકસરખી પહોળાઈ (મોનોસ્પેસ)
એકસરખી પહોળાઈ
વાળા અક્ષરો રાખવા માટે, લખાણની બન્ને બાજુએ બેકટિક મૂકો:```લખાણ```
નોંધ:
વૈકલ્પિક રૂપે, તમે Android અને iPhone પર આપેલા શોર્ટકટનો ઉપયોગ કરી શકો છો.
- Android: તમે ટેક્સ્ટ ફિલ્ડમાં લખેલા મેસેજ પર થોડી વાર દબાવી રાખો, પછી ઘાટા, ત્રાંસા અથવા વધુપસંદ કરો. ચેકો અથવા એકસરખા પસંદ કરવા માટે વધુપર દબાવો.
- iPhone: તમે ટેક્સ્ટ ફિલ્ડમાં લખેલા મેસેજ પર દબાવો > પસંદ કરો અથવા બધું પસંદ કરો > B_I_U. પછી, ઘાટા, ત્રાંસા, ચેકો અથવા એકસરખા પસંદ કરો.