ઇન્ટરનેટ રોમિંગના ચાર્જ વિશે

WhatsApp તમારા ફોન પર એ જ ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરે છે, જે વેબ બ્રાઉઝિંગ અને ઇમેઇલ મોકલતી વખતે વાપરવામાં આવે છે. જ્યારે તમારો ફોન રોમિંગમાં હોય ત્યારે જો તમે WhatsAppનો ઉપયોગ કરો છો, તો ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. બીજા દેશોમાં રોમિંગ વિશેની વધુ માહિતી માટે તમારા મોબાઇલ ઓપરેટરનો સંપર્ક કરો.
જો તમારી પાસે આંતરરાષ્ટ્રીય ડેટા પ્લાન ન હોય, તો અમારી ભલામણ છે કે તમે:
  • ઇન્ટરનેટના પૈસા કપાવાથી બચવા માટે મોબાઇલનું ઇન્ટરનેટ અને ડેટા રોમિંગ બંધ રાખો. સૂચનાઓ માટે તમે તમારા મોબાઇલ ઓપરેટરની સપોર્ટ વેબસાઇટ પર જઈ શકો છો.
  • ઇન્ટરનેટ માટે વધારાના પૈસા કપાવાથી બચવા માટે તમારા મોબાઇલ ડેટા કનેક્શન અને રોમિંગમાં મીડિયા આપમેળે ડાઉનલોડ કરવાની સુવિધા બંધ રાખો.
સંબંધિત લેખો:
Android | iPhone પર આપમેળે ડાઉનલોડ કેવી રીતે સેટ કરવું
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં