તમારા WhatsApp ડેટાને Android પરથી iPhoneમાં ટ્રાન્સફર કેવી રીતે કરવો

જો તમે Android ફોન પરથી iPhone પર ટ્રાન્સફર કરો, તો તમે તમારા એકાઉન્ટની માહિતી, પ્રોફાઇલ ફોટો, વ્યક્તિગત ચેટ, ગ્રૂપ ચેટ, જૂની ચેટ, મીડિયા અને સેટિંગને ટ્રાન્સફર કરી શકો છો. તમે તમારા બધા જૂના કૉલ અથવા ડિસ્પ્લે નામ ટ્રાન્સફર કરી શકતા નથી.
મારી પાસે શું હોવું જોઈએ?
 • તમારા Android ડિવાઇસ પર Android OS Lollipop, SDK 21 કે તે પછીનું કે Android 5 કે તે પછીનું વર્ઝન ઇન્સ્ટોલ થયેલું હોવું જોઈએ
 • તમારા iPhone પર iOS 15.5 કે તે પછીનું વર્ઝન ઇન્સ્ટોલ થયેલું હોવું જોઈએ
 • તમારા Android ફોન પર Move to iOS ઍપ ઇન્સ્ટોલ થયેલી હોવી જોઈએ
 • તમારા નવા ડિવાઇસ પર WhatsApp iOSનું 2.22.10.70 કે તે પછીનું વર્ઝન હોવું જોઈએ
 • તમારા જૂના ડિવાઇસ પર WhatsApp Androidનું 2.22.7.74 કે તે પછીનું વર્ઝન હોવું જોઈએ
 • તમારા નવા ડિવાઇસ પર તમારા જૂના ફોનમાં ઉપયોગ કરતા હતા તે જ ફોન નંબર વાપરો
 • તમારો iPhone ફેક્ટરીમાંથી આવેલો નવો ફોન હોવો જોઈએ અથવા Move to iOS ઍપ સાથે જોડાણ બનાવવા અને તમારા Android ફોનમાંથી ડેટા ખસેડવા માટે ફેક્ટરી સેટિંગ પર રીસેટ થયેલો હોવો જોઈએ
 • તમારા બન્ને ડિવાઇસ ચાર્જિંગમાં રાખેલા હોવા જોઈએ
 • તમારા બન્ને ડિવાઇસ સરખા વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ કરેલા હોવા જોઈએ અથવા તમારે તમારા Android ડિવાઇસને તમારા iPhoneનાં હોટસ્પોટ સાથે કનેક્ટ કરવું પડશે
Android પરથી iPhone પર ટ્રાન્સફર કરવા માટે
 1. તમારા Android ફોન પર Move to iOS ઍપ ખોલો અને સ્ક્રીન પર આવતા પગલાંને અનુસરો.
 2. તમારા iPhone પર એક કોડ બતાવવામાં આવશે. જણાવવામાં આવે, ત્યારે તમારા Android ફોન પર કોડ લખો.
 3. આગળ વધો પર દબાવો અને સ્ક્રીન પર આપેલાં પગલાંને અનુસરો.
 4. ડેટા ટ્રાન્સફર કરો સ્ક્રીન પરથી WhatsApp પસંદ કરો.
 5. Android ફોન પર શરૂ કરો દબાવો અને એક્સપોર્ટ કરવાના ડેટા તૈયાર કરવા માટે WhatsAppની રાહ જુઓ. એક વાર ડેટા તૈયાર થઈ જાય પછી તમે તમારા Android ફોનમાંથી સાઇન આઉટ થઈ જશો.
 6. Move to iOS ઍપ પર પાછા જવા માટે આગળ પર દબાવો.
 7. તમારા Android ફોનમાંથી તમારા iPhone પર ડેટા ટ્રાન્સફર કરવા માટે આગળ વધો પર દબાવો અને ટ્રાન્સફર પૂરું થયું છે તેની ખાતરી કરવા માટે iOS પર ખસેડવાની રાહ જુઓ.
 8. App સ્ટોરમાંથી WhatsAppનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરો.
 9. WhatsApp ખોલો અને તમારા જૂનાં ડિવાઇસ પર જે ફોન નંબરનો ઉપયોગ કરતા હતા તે જ નંબરથી લોગ ઇન કરો.
 10. જ્યારે પૂછવામાં આવે, ત્યારે શરૂ કરો પર દબાવો અને પ્રક્રિયા પૂરી કરવા માટેની પરવાનગી આપો.
 11. તમારું નવું ડિવાઇસ પૂરેપૂરું એક્ટિવેટ થઈ જાય એટલે તમે તમારી ચેટ જોઈ શકશો.
મારા ડેટાનું શું થશે?
 • જ્યાં સુધી તમે iCloud બેકઅપ ન બનાવો ત્યાં સુધી ટ્રાન્સફર થયેલો ડેટા ક્લાઉડ સ્ટોરેજ પર જતો નથી.
 • WhatsApp તમે ટ્રાન્સફર કરેલો ડેટા જોઈ શકતું નથી.
 • તમે WhatsApp ડિલીટ ન કરો કે તમારો ફોન વાઇપ ન કરો ત્યાં સુધી તમારા Android ફોનમાં હજી પણ તમારો ડેટા રહેશે.
હું મારા નવા ફોન પર કયા મેસેજ ટ્રાન્સફર કરી શકું?
તમે આ ટ્રાન્સફર કરી શકો છો:
 • વ્યક્તિગત મેસેજ
તમે આ ટ્રાન્સફર કરી શકતા નથી:
 • પિઅર ટૂ પિઅર પેમેન્ટ મેસેજ
હું મારા પહેલાંના બધા કૉલ ટ્રાન્સફર કરી શકું?
તમારા WhatsAppના પહેલાંના બધા કૉલ Android ફોનમાંથી iPhone પર ટ્રાન્સફર કરી શકાતા નથી.
સંબંધિત લેખો:
શું આ મદદરૂપ હતું?
હા
નહીં