મેસેજ પર ખોટો સમય દેખાવા વિશે
તમે મેળવેલા મેસેજ પરનો સમય કે તમારા સંપર્કોનો છેલ્લે જોયાનો સમય ખોટો દેખાતો હોય, તો કૃપા કરીને તમારા ફોન પર સમય અને સમય ઝોન તપાસો. કદાચ તમારે બન્નેમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે.

અમારી ભલામણ છે કે તમારી તારીખ અને સમયને આપમેળે કે નેટવર્ક તરફથી પર સેટ કરો. આ સેટિંગ ચાલુ કરવાથી, તમારો મોબાઇલ પ્રદાતા તમારા ફોનને સાચા સમય પર સેટ કરી દેશે. જો આ સેટિંગ ચાલુ કર્યા પછી પણ ખોટો સમય દેખાય, તો તમારા નેટવર્કમાં કોઈ ખામી હોઈ શકે. આ સમસ્યાના નિકાલ માટે તમારા મોબાઇલ પ્રદાતાનો સંપર્ક કરો.
આનો ઉકેલ લાવવા માટે, કૃપા કરીને તમારી તારીખ અને સમયના સેટિંગમાં ફેરફાર કરો અને જાતે જ સાચો સમય ઝોન ગોઠવો.
નોંધ: સમય ઝોન અને વર્તમાન સમય બન્ને અલગ વસ્તુઓ છે. ખાતરી કરો કે તમે તમારા લોકેશન માટે સાચો સમય ઝોન પસંદ કરો છો.
જાતે સમય ઝોનને સેટ કરવા માટે, કૃપા કરીને તમારા ફોન માટે આ પગલાં ભરો:
- Android: સેટિંગ > સિસ્ટમ > તારીખ અને સમય પર જાઓ.
- iPhone: સેટિંગ > જનરલ > ડેટ એન્ડ ટાઇમ પર જાઓ.