મેસેજ પરનો ખોટો સમય કેવી રીતે ઠીક કરવો

Android
iOS
જો તમને મળેલા મેસેજ પરનો સમય ખોટો હોય, તો તમારા ફોન પર સમય અને ટાઇમ ઝોન તપાસીને તેમાં ફેરફાર કરો.
તેનાથી છેલ્લે જોયાનો ખોટો સમય ઠીક કરવામાં પણ મદદ મળી શકે છે.
સમય અને તારીખ સેટ કરવા વિશે
અમે તમારી તારીખ અને સમયને આપમેળે અથવા આપેલા નેટવર્ક પર સેટ કરવાની ભલામણ કરીએ છીએ. આનો અર્થ થાય છે કે તમારી મોબાઇલ સેવા પૂરી પાડનારી કંપની તમારા ફોનને સાચા સમય પર સેટ કરી દેશે.
જો તમને હજી પણ ખોટો સમય દેખાય, તો તમારા નેટવર્કમાં કોઈ સમસ્યા હોઈ શકે છે. તમારી મોબાઇલ સેવા પૂરી પાડનારી કંપનીનો સંપર્ક કરો.
ટાઇમ ઝોન કેવી રીતે ગોઠવવો
તમે જાતે પણ તમારા તારીખ અને સમયના સેટિંગમાં ફેરફાર કરીને તમારા ટાઇમ ઝોનને સુધારી શકો છો.
આમ કરવા માટે, વધુ સૂચનાઓ માટે Google સપોર્ટ વેબસાઇટની મુલાકાત લો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં