સંપર્કો દેખાતા નથી
iPhone
Android
સૌથી સારા અનુભવ માટે, અમારો સુઝાવ છે કે WhatsAppને તમારા સંપર્કોમાં પ્રવેશની પરવાનગી આપો.
તમારા સંપર્કોમાં પ્રવેશ ચાલુ કરો
- તમારા iPhone સેટિંગ્સ > પ્રાઇવસી એન્ડ સિક્યુરિટી પર જાઓ.
- સંપર્કો પર દબાવો.
- ખાતરી કરો કે WhatsApp ચાલુ છે.
જો WhatsApp ગ્રે રંગનું થઈ જાય, તો સુનિશ્ચિત કરો કે તમે iPhone સેટિંગ્સ > સ્ક્રીન ટાઇમ > કન્ટેન્ટ એન્ડ પ્રાઇવસી રિસ્ટ્રિક્શન્સ પર કોઈ પ્રતિબંધો સેટ કર્યા નથી.
જો WhatsApp હજી ગ્રે રંગનું છે અથવા ગાયબ છે, તો કદાચ તમારે તમારો ફોન રિસ્ટોર કરવાની જરૂર છે. કેવી રીતે બેકઅપ લેવું અને માહિતી ફરી પાછી મેળવવી તેના વિશે વધુ જાણકારી મેળવવા માટે કૃપા કરીને Appleની સપોર્ટ વેબસાઇટ પર જાઓ.
જો તમે WhatsAppને તમારા સંપર્કોમાં પ્રવેશની મંજૂરી ન આપો, તો પણ તમને આ સુવિધાઓ મળશે:
- બીજા WhatsApp વાપરનારાઓ અને ગ્રૂપના મેસેજ મેળવી શકશો.
- WhatsAppનાં સેટિંગ બદલી શકશો.
તમને આ સુવિધાઓ નહિ મળેે:
- કોઈ પણ સંપર્કના માત્ર ફોન નંબર જોઈ શકશો, નામ નહિ.
- નવાં ગ્રૂપ અથવા બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી નહિ શકો.
કેટલાક સંપર્કો ખૂટે છે
જો તમે WhatsApp પર તમારા કેટલાક સંપર્કો જોઈ શકતા ન હો, તો આ કરી જુઓ:
આંતરરાષ્ટ્રીય નંબરો માટે:
- ખાતરી કરો કે તમે સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સાચો ફોન નંબર ઉમેર્યો છે.
જો ખૂટતા સંપર્કો કોઈ એક્સચેન્જ એકાઉન્ટમાં સચવાતા હોય, તો કદાચ તમારા એકાઉન્ટ એડમિનિસ્ટ્રેટર WhatsApp કે બીજી ઍપને તમારા સંપર્કોમાં પ્રવેશની મંજૂરી આપતા ન હોય. તમે આનો ઉકેલ આ મુજબ મેળવી શકો છો:
- તમારા એક્સચેન્જ સંપર્કોની નકલ તમારા ફોનની એડ્રેસ બુકમાં કે iCloudમાં કરીને.
- તમારા આઇટી એડમિનિસ્ટ્રેટરને તમારા iPhoneમાં WhatsAppને એક સંચાલિત ઍપ બનાવવાનું કહીને.
નોંધ:
- એક્સચેન્જ એકાઉન્ટ વર્ક એકાઉન્ટ હોય એવું બની શકે.