બિઝનેસ શોધતી વખતે લોકેશન કેવી રીતે પસંદ કરવું

નોંધ: હાલ WhatsApp Businessની ડિરેક્ટરી માત્ર બ્રાઝિલમાં Android પર ઉપલબ્ધ છે. સમયાંતરે, અમે આ સુવિધાનો બ્રાઝિલની બહારના પ્રદેશોમાં અને iOS પર વિસ્તાર કરીશું.
WhatsApp Messenger પર WhatsApp Businessની ડિરેક્ટરીમાં શોધ કરતી વખતે તમારી પાસે બે વિકલ્પો હોય છે:
  • તમારું લોકેશન શેર કરો. લોકેશન ડેટા તમારા ફોનમાં સ્ટોર થયેલા રહે છે અને જો તમે તમારું લોકેશન ફરીથી શેર કરો તો જ તે રિફ્રેશ થશે. WhatsApp તમારું લોકેશન જોઈ શકતું નથી, ડિરેક્ટરીમાંથી બિઝનેસ પણ તેને જોઈ શકતા નથી. બિઝનેસ પરિણામોને અંતર અને અન્ય સિગ્નલ દ્વારા રેન્કિંગ આપવામાં આવે છે અને તમે કોઈ પણ સમયે તમારા ફોનમાંથી તમારા સ્ટોર કરેલા લોકેશનને કાઢી શકો છો. તમારા ડિવાઇસનું લોકેશન શેર કરવા વિશે આ લેખમાં વધુ જાણો.
  • લોકેશન પસંદ કરો. આ એવા લોકો માટે મદદરૂપ છે કે જેઓ તેમના ડિવાઇસનું લોકેશન શેર કરવા માગતા નથી અથવા તો પોતાના કામની જગ્યાની કે પોતાના મિત્રના રહેઠાણની નજીકના બિઝનેસને શોધે છે.
તમારા લોકેશનમાં ફેરફાર કરવા માટે
તમે છેલ્લે જે બિઝનેસ શોધ્યો હતો ત્યારે પસંદ કરેલા લોકેશન પર WhatsApp ડિફોલ્ટ રીતે ઉપલબ્ધ હશે. તમે હંમેશા તે લોકેશન કાઢી નાખી શકો છો અને કોઈ નવું લોકેશન સેટ કરી શકો છો.
  1. WhatsApp ખોલો અને
    > બિઝનેસ પર દબાવો.
  2. લોકેશન સેટ કરો > હાલનું લોકેશન વાપરો પર દબાવો.
તમારું સામાન્ય લોકેશન નક્કી કરવા માટે હવે WhatsApp તમારા ફોન નંબરનો ઉપયોગ કરશે.
તમારું લોકેશન શેર કરવાનું બંધ કરવા વિશે
તમારે તમારું લોકેશન શેર કરવું છે કે કેમ તેના પર નિયંત્રણ રાખી શકો છો અને તમે ગમે ત્યારે તમારું લોકેશન શેર કરવાનું અટકાવી પણ શકો છો.
WhatsApp પર તમારું લોકેશન શેર કરવાનું બંધ કરવા માટે
  1. તમારા મોબાઇલ ડિવાઇસ પર સેટિંગ ખોલો.
  2. લોકેશન > ઍપની પરવાનગીઓ > WhatsApp પર દબાવો.
  3. પરવાનગી આપશો નહિ પસંદ કરો.
લોકેશન પ્રાઇવસી વિશે
WhatsApp તમને નજીકના બિઝનેસ શોધવામાં મદદ કરવા માટે તમારા લોકેશન ડેટાનો ઉપયોગ કરે તે પહેલાં, તમારું લોકેશન એક અચોક્કસ લોકેશનમાં ફેરવાઈ જાય છે જેથી WhatsApp તમે બરાબર ક્યાં છો તે જાણી શકતું નથી. વ્યાપક શોધ પરિણામો આવી ગયા પછી તેને તમારા ફોન પર પાછા મોકલવામાં આવે છે અને ચોક્કસ લોકેશન તેમજ અન્ય સિગ્નલ સુધીના અંતર દ્વારા રેન્કિંગ આપવામાં આવે છે. આ રીતે, WhatsApp સર્વર ક્યારેય તમારું ચોક્કસ લોકેશન જોતું નથી.
નોંધ:
  • WhatsApp થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર તરીકે Googleનો ઉપયોગ કરે છે અને તેથી લોકેશનના ડેટા Google સાથે શેર કરવામાં આવશે.
  • જ્યારે તમેબિઝનેસ શોધો સુવિધા વડે મળેલા બિઝનેસ સાથે ચેટ શરૂ કરો છો ત્યારે બિઝનેસને WhatsApp તરફથી એવું નોટિફિકેશન મળશે કે તમે તેમને બિઝનેસ શોધો સુવિધાનો ઉપયોગ કરીને શોધ્યા છે. તમારું લોકેશન ખાનગી રહે છે અને બિઝનેસ કે WhatsApp તેને જોતું નથી.
સંબંધિત લેખો:
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં