ગ્રૂપમાં ઉલ્લેખ કરવા વિશે

જો તમે કોઈ એક ગ્રૂપમાં બીજા કોઈની સાથે હો, તો તેઓનો ઉલ્લેખ કોઈ મેસેજમાં કરવા માટે “@” ચિહ્ન ટાઇપ કરો અને સંપર્કનું નામ પસંદ કરો. તમે જયારે કોઈનો ઉલ્લેખ કરશો, ત્યારે એે સંપર્કને તેમનો ઉલ્લેખ કરાયો છે તેમ જણાવતું નોટિફિકેશન મોકલવામાં આવશે.

નોંધ: ગ્રૂપમાં જો તમે કોઈનો ઉલ્લેખ કરો છો અને તે સંપર્કે ગ્રૂપના નોટિફિકેશન બંધ રાખ્યાં હશે, તો પણ આવા કિસ્સામાં તેમને નોટિફિકેશન મળશે. અપવાદ માત્ર એ જ છે કે જો તે સંપર્કે તમારી વ્યક્તિગત ચેટ પણ મ્યૂટ કરી હશે, તો તેમને જણાવવામાં નહિ આવે.
જો તમે થોડા સમયથી ગ્રૂપથી દૂર હો, તો તમે ગ્રૂપની નીચે ખૂણામાં દેખાતી "@" નિશાની દબાવીને તમારો ઉલ્લેખ કરાયો હોય અને તમારા મેસેજનો જવાબ અપાયો હોય તેવા મેસેજ ઝડપથી વાંચી શકો છો.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં