WhatsApp અને ચૂંટણીઓ વિશે

લોકોને મુક્તપણે વાત કરવામાં મદદ કરવા પ્રત્યે સમર્પિત ખાનગી મેસેજિંગ સેવા તરીકે અમે જાણીએ છીએ કે લોકશાહી સંસ્થાઓ આ અધિકારને સુરક્ષિત રાખે છે. લોકોની પ્રાઇવસીનું રક્ષણ કરતી વખતે અમે દુરુપયોગની સમસ્યા ઉકેલવા પ્રત્યે પ્રતિબદ્ધ રહીએ છીએ અને આ દુરુપયોગ રોકવા માટે સમર્પિત ટીમ ધરાવીએ છીએ જે ખાસ કરીને ત્રણ પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરે છે:
  1. WhatsApp પર પ્રાઇવસી જાળવવી
  2. WhatsAppનો દુરૂપયોગ રોકવો
  3. વપરાશકર્તાઓને ખોટી માહિતી સામે પ્રતિક્રિયા આપવા માટે સશક્ત કરવા
સોશિયલ મીડિયાના સાર્વજનિક ફોરમ કરતાં WhatsApp અલગ રીતે કામ કરે છે અને તેથી અમે ખાનગી મેસેજિંગ સેવા પૂરી પાડવાના સંદર્ભમાં અમારો અભિગમ વિકસાવ્યો છે. ઉદાહરણ તરીકે, અમારી સેવા ઓડિયન્સ વધારવાના પ્લેટફોર્મ તરીકે ડિઝાઇન કરવામાં આવી ન હતી, લોકો જે મેસેજ મેળવે છે તેને પ્રાથમિકતા આપવા માટે તેમાં અલ્ગોરિધમનો ઉપયોગ કરવામાં આવતો નથી અને કનેક્ટેડ ન હોય તેવા લોકો કે ગ્રૂપને શોધવાની ઍપની અંદર કોઈ સુવિધા કે શોધક્ષમતા નથી. મોટાભાગે લોકો જેમને તેઓ પહેલાંથી જ જાણતા હોય, તેમની સાથે વાતચીત કરવા માટે WhatsApp વાપરે છે - અને તેમનો સંપર્ક કરવા માટે તમારી પાસે તેમના ફોન નંબર હોવા જરૂરી છે. WhatsApp પર મોકલવામાં આવતા મોટાભાગના મેસેજ વ્યક્તિગત હોય છે એટલે કે એકબીજા સાથેની વ્યક્તિગત વાતચીતો.
અમારી સેવાને પ્રાઇવેટ રાખવા વિશે
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન: હેકર, ગુનેગારો અને અન્ય સાઇબર ધમકીઓ સામે લોકોની વાતચીતોને સુરક્ષિત રાખવા માટે WhatsApp ડિફોલ્ટ રીતે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન પૂરું પાડે છે. એનો અર્થ એવો થયો કે WhatsApp સહિત કોઈ પણ તમારા મેસેજ વાંચી કે સાંભળી શકતું નથી. ચૂંટણીનાં નિષ્ણાતોએ મજબૂત સુરક્ષા પૂરી પાડવાની જે દલીલ કરી છે, તે લોકોના મેસેજ સુરક્ષિત કરવા માટે મહત્ત્વપૂર્ણ છે. તેમાં રાજકીય ભાષણ અને ઉમેદવારો અને તેમના અભિયાનની ચર્ચાઓનો પણ સમાવેશ થાય છે.
ફોરવર્ડ કરવાની લિમિટ: અમે મેસેજ ફોરવર્ડ કરવા પર લિમિટ મૂકી છે, એક વારમાં હવે માત્ર 5 લોકોને મેસેજ ફોરવર્ડ કરી શકાય છે, એનાથી WhatsApp, બહુ ઓછી એવી મેસેજિંગ સેવાઓમાંની એક બને છે જે ઇરાદાપૂર્વક મેસેજ શેર કરવા પર રોક લગાવે છે. આનાથી WhatsApp પર ફોરવર્ડ કરેલા મેસેજની સંખ્યા 25% કરતાં વધુ ઘટી ગઈ છે.
વાઇરલ મેસેજ માટે વધારાની લિમિટ: જે મેસેજ ઘણી વખત ફોરવર્ડ થયા હોય તેને ફોરવર્ડ કરવા માટે અમે વધારાની લિમિટ નક્કી કરી છે. આવા મેસેજની બાજુમાં બે એરો
નું લેબલ હોય છે. આનાથી ખ્યાલ આવે છે કે આ મેસેજ તમારા કોઈ નજીકના સંપર્કે લખ્યો નથી અને તેને એક વારમાં માત્ર એક ચેટ પર જ ફોરવર્ડ કરી શકાય છે. આ ફેરફારથી, આ પ્રકારના મેસેજમાં 70% થી વધુ ઘટાડો થયો છે.
સંકલિત દુરુપયોગ રોકવા વિશે
સામૂહિક મેસેજ કરવા પર પ્રતિબંધ: WhatsApp પાસે સ્પામ મેસેજની ઓળખ કરવા માટેની શ્રેષ્ઠ ટેક્નોલોજી છે જે અસમાન્ય વર્તન કરનારા એકાઉન્ટને શોધવા માટે દિવસ-રાત કામ કરે છે, જેથી સ્પામ કે ખોટી માહિતી ફેલાવવા માટે તેમનો ઉપયોગ થઈ શકે નહિ. WhatsApp આ દુરુપયોગ સામે કેવી રીતે લડે છે તેની વિગતવાર સમજ આપવા માટે અમે શ્વેતપત્ર બહાર પાડ્યું છે. અમે દર મહિને 80 લાખ કરતાં વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકીએ છીએ, તેમાંથી 75% વપરાશકર્તાઓની તો તાજેતરમાં કોઈ જાણ પણ કરવામાં આવી હોતી નથી, જેનો એવો અર્થ થાય કે વપરાશકર્તા દુરુપયોગની જાણ કરે, તે પહેલાં અમારી આપમેળે ચાલતી સિસ્ટમ તેને રોકી દે છે.
ગ્રૂપનો દુરુપયોગ રોકવો: વપરાશકર્તાઓને તેમને ગ્રૂપમાં કોણ ઉમેરી શકે તે નક્કી કરવામાં મદદ કરવા માટે અમે પ્રાઇવસી સેટિંગ વિકસાવ્યા છે. જેમાં બધા, માત્ર તેમના સંપર્કો અથવા વપરાશકર્તાની વિવેકબુદ્ધિ પ્રમાણે માત્ર પસંદ કરેલા સંપર્કોનો સમાવેશ થાય છે. આ બદલાવ લોકોને એવા અનિચ્છિત ગ્રૂપ જે કદાચ મોટા પ્રમાણમાં કન્ટેન્ટ મોકલવા માટે બનાવ્યા છે તેમાં ઉમેરતાં રોકે છે અને વપરાશકર્તાઓને સશક્ત બનાવે છે. વપરાશકર્તાઓને મોટા પ્રમાણમાં મેસેજ મોકલવા માટે ગ્રૂપ બનાવવાનો પ્રયત્ન કરનારા એકાઉન્ટને રોકવા માટે અમે મશીન લર્નિંગ પર આધાર રાખીએ છીએ.
રાજકીય ઉપયોગ: રાજકીય પક્ષો કે રાજકીય ઉમેદવારો જે વપરાશકર્તાઓને પરવાનગી વિના WhatsApp મેસેજ મોકલે છે તેમના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી શકાય છે. હાલમાં, રાજકીય ઉમેદવારો અને રાજકીય પ્રચાર માટે WhatsApp Business પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની પરવાનગી નથી. સુરક્ષા માટેના અમારા અભિગમ અને જવાબદારીપૂર્વક WhatsAppનો ઉપયોગ કરવાના મહત્ત્વ પર ભાર મૂકવા માટે WhatsApp મોટી ચૂંટણીઓ પહેલાં રાજકીય સંસ્થાઓ સાથે જોડાય છે.
ખોટી માહિતીનું સંબોધન કરવા માટે વપરાશકર્તાઓને સશક્ત કરવા વિશે
ફોરવર્ડ કર્યાનાં લેબલ: ફોરવર્ડ અને ઘણી વખત ફોરવર્ડ કરેલા મેસેજ માટે WhatsApp લેબલ પૂરા પાડે છે. એનાથી લોકોને એ જાણવામાં મદદ મળે છે કે તેઓએ મેળવેલો મેસેજ તેમને મોકલનાર વ્યક્તિએ બનાવેલો નથી, જે ખોટી માહિતીનો સ્ત્રોત હોઈ શકે છે.
સંપર્ક તોડો અને જાણ કરો: જો WhatsApp પર વપરાશકર્તાઓને કોઈ મેસેજથી હેરાનગતિ થઈ રહી હોય, તો પરંપરાગત SMSથી અલગ, WhatsApp પોતાના વપરાશકર્તાઓને એકાઉન્ટ સાથે સંપર્ક તોડવાની સરળ સુવિધા પૂરી પાડે છે. આપમેળે ઓળખ કરીને અમે મોટાભાગના દુરુપયોગ કરનારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકીએ છીએ ત્યારે તેની જાણ કરવાથી અમને એ ઓળખવામાં મદદ મળે છે કે એકાઉન્ટ સામૂહિક મેસેજ મોકલવામાં કે સંકલિત દુરુપયોગમાં સામેલ છે કે નહિ અને નુકશાન થતું રોકવા માટે વધુ તપાસ કરી શકાય છે. તાજેતરમાં, અમે વપરાશકર્તાઓ માટે ગ્રૂપમાં કોઈને જાણ ન થાય તે રીતે ચૂપચાપ WhatsApp ગ્રૂપ છોડવાના સામર્થ્ય સહિતની વધારાની પ્રાઇવસી સુવિધાઓની ઘોષણા કરી છે.
વેબ પર શોધો: ઘણી વખત ફોરવર્ડ કરેલા મેસેજની બે વાર તપાસ કરવા માટે WhatsApp એક સરળ રીત પૂરી પાડે છે, જેથી અમારા વપરાશકર્તાઓને મળેલા કન્ટેન્ટ વિશેના સમાચાર પરિણામો કે માહિતીના અન્ય સ્ત્રોતો શોધવામાં મદદ મળી રહે. વપરાશકર્તાઓ બિલોરી કાચ પર દબાવીને આ સુવિધા વાપરી શકે છે, જે તેમના બ્રાઉઝર દ્વારા મેસેજને અપલોડ કરે છે.
હકીકતની તપાસ કરવામાં સપોર્ટ: WhatsApp પર પ્રમાણિત હકીકત તપાસનારાને ઉપલબ્ધ કરાવા માટે અમે આંતરરાષ્ટ્રિય હકીકત તપાસનાર નેટવર્ક સાથે ભાગીદારી કરી છે, જે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત મેસેજિંગ વડે સીધી હકીકત તપાસવા દે છે. આ ભાગીદારી મારફતે હકીકત તપાસનારી 50 કરતાં વધુ સંસ્થાઓ WhatsApp વાપરે છે જેથી વપરાશકર્તાઓને ભરોસાપાત્ર માહિતીથી માહિતગાર રાખવામાં મદદ કરી શકાય અને અમે હકીકત તપાસનારી સંસ્થાઓને સતત સશક્ત બનાવી રહ્યા છીએ અને ખાતરી કરીએ છીએ કે ખોટી માહિતી સામે લડવા માટે તેઓ પાસે જરૂરી સ્ત્રોતો હોય.
જાગરૂકતા અભિયાન અને ભાગીદારીઓ: અમે વપરાશકર્તાઓને મળતા મેસેજ વિશે વિચારવા અને સત્તાવાર વિશ્વસનીય સ્ત્રોતો દ્વારા હકીકતો તપાસવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. WhatsAppએ ઘણા દેશોમાં મોટા પાયે જાગરૂકતા અભિયાન શરૂ કર્યા છે, જેથી ખોટી માહિતીની ઓળખ થઈ શકે, જેમાં અમારું અભિયાન “ખુશીઓ ફેલાવો, અફવાઓ નહિ” પણ સામેલ છે.
મતદાતા નોંધણી અને મતદાનની માહિતી: અમે નાગરિક સહભાગિતાને પ્રોત્સાહિત કરીએ છીએ જેથી લોકો તેમના લોકશાહી અધિકારો ભોગવી શકે. ઉદાહરણ તરીકે, કેટલાક દેશોમાં, લોકોએ ચૂંટણી પહેલાં સામેથી નોંધણી કરાવવી જરૂરી છે. એટલા માટે અમે સંખ્યાબંધ દેશોમાં ચૂંટણી પહેલાં હકીકત તપાસનારી સંસ્થાઓ સાથે કામ કરવાનું ચાલુ રાખીએ છીએ જેથી ખાતરી કરી શકાય કે મતદાતાઓ પાસે મત આપવા માટે કેવી રીતે અને ક્યાં નોંધણી કરવી તેની ભરોસાપાત્ર માહિતી હોય.
શું આનાથી તમારા પ્રશ્નનો જવાબ મળે છે?
હા
નહીં